ગુજરાત

gujarat

ETV Bharat / city

Corruption Sting Revenue Department in Gujarat : લાંચીયા અધિકારીઓના સ્ટિંગ ઓપરેશને ધમાલ મચાવી - મહેસૂલવિભાગના લાંચીયા અધિકારીઓ

મહેસૂલ વિભાગના સ્ટેમ્પ અને મૂલ્યાંકન વિભાગમાં રોજના હજારો દસ્તાવેજ માટે લાંચની માગણી (Corruption Sting Revenue Department in Gujarat) કરવામાં આવતી હોવાની ઓડીઓ કલીપ સામે આવતા વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ મોટો ઘટસ્ફોટ એડવોકેટ દીપેન દવેએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં (Corruption sting audio clip) સામે આવ્યો છે. આ માટેની એક કલીપ પણ સામે આવી છે.

Corruption Sting Revenue Department in Gujarat : લાંચીયા અધિકારીઓના સ્ટિંગ ઓપરેશને ધમાલ મચાવી
Corruption Sting Revenue Department in Gujarat : લાંચીયા અધિકારીઓના સ્ટિંગ ઓપરેશને ધમાલ મચાવી

By

Published : Dec 3, 2021, 2:04 PM IST

  • મહેસૂલ વિભાગમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં ભ્રષ્ટાચાર
  • અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ
  • હજારો દસ્તાવેજ માટે લાંચની માગણીથી ચકચાર મચી

અમદાવાદ-એડવોકેટ દીપેન દવેએ સ્ટિંગ ઓપરેશન કરવાના હેતુથી પોતે સ્ટેમ્પ અને મૂલ્યાંકન વિભાગમાં (Corruption Sting Revenue Department in Gujarat) જઈ દસ્તાવેજની માગણી કરતા લાંચ માગવામાં (Revenue Department Stamps and Valuation Department Corruption) આવી હતી. 1200 મકાનોની સોસાયટીના 1800 દસ્તાવેજીની કામગીરી માટે લાંચ માગી હતી. જેમાં કે. કે. શાહ ,ડે. કલેકટર ,સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનના અધિકરીએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. કચેરીમાં એક દસ્તાવેજના 4 હજાર રૂપિયાની માગ કરવામાં આવી હતી. જે 1800 દસ્તાવેજના પાછળ વકીલને કુલ મળીને 72 લાખ આપવા પડે તેમ છે. આ મુદ્દે એડવોકેટે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને (Revenue Minister Rajendra Trivedi ) ઓડીઓ કલીપ (Corruption sting audio clip) અને લેખિતમાં અરજી આપી જાણ કરી હતી.

શું કહે છે સ્ટિંગ ઓપરેશન કરનાર એડવોકેટ?

એડવોકેટ દીપેન દવેએ જણાવ્યું હતું કે ખુદ મહેસૂલપ્રધાનને (Revenue Minister Rajendra Trivedi ) પણ આ અંગે જાણ હતી, પણ કોઈ પુરાવા ન હોવાને કારણે મહેસૂલપ્રધાન દ્વારા એડવોકેટ દીપેન દવેેને પુરાવા એકત્ર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેથી એક સ્ટિંગ ઓપરેશન કરી (Corruption sting audio clip) ઘટનાની સત્યતાની ખરાઈ કરી હતી. ખાનગી વ્યક્તિઓ અને અધિકારીઓની મીલીભગતથી (Revenue Department Stamps and Valuation Department Corruption) લાંચ માગવામાં આવી રહી છે. આ અંગે ઓડિયો કલીપ બનાવી મેં મહેસૂલપ્રધાન આપી છે.

આ મોટો ઘટસ્ફોટ એડવોકેટ દીપેન દવેએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યો

અધિકારી ન હોવા છતાં અધિકારીઓ સાથે મળી લાંચની માંગણીઓ કરવામાં આવી

મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા (Corruption sting audio clip) સામે આવતા મહેસૂલ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના (Revenue Department Stamps and Valuation Department Corruption) ડેપ્યુટી કલેકટર કે. કે. શાહ અને કર્મચારી પંકજભાઈ શાહ દ્વારા કરાતી લાંચની માગણી અંગેની ઓડિયો ક્લિપ સામે આવી છે. સ્ટિંગ કરનાર એડવોકેટે મીડિયાને જણાવ્યું હતું કે પંકજભાઈ શાહ અધિકારી ન હોવા છતાં અધિકારીઓ સાથે મળી લાંચની માંગણીઓ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi ) વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા કરેલી હાકલને પગલે સામે આવી છે. ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચોઃ ACBનો ગુજરાતમાં માસ્ટર સ્ટ્રોક: બે દિવસમાં ક્લાસ વન અધિકારી સહિત ત્રણને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details