- મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી આ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી
- ગુજરાત હાઇકોર્ટના વકીલે પૂરતા પુરાવા સાથે કરી હતી ફરિયાદ
- તમામ કર્મચારીઓની બદલી થશે અને પગલાં લેવાશેઃ મહેસુલ પ્રધાન
અમદાવાદઃ રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પહેલા પણ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ (Revenue Minister Rajendra Trivedi's action against corruption) કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે તેમને સ્ટેમ્પ અને મહેસુલ વિભાગની અંદર ભ્રષ્ટાચાર થઈ રહી હોવાની ફરિયાદ મળી હતી, જેના કારણે તેઓ આ વાતની ખરાઈ કરવા અમદાવાદ પોલિટેકનિક કોલેજ આવી પહોંચ્યા (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) હતા. અહીં તેમણે સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન વિભાગની મુલાકાત લીધી હતી, જ્યાં ખોટી રીતે ટેબલ નાખી બેસેલા 2 શખ્સ લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવવા આવી રહ્યા છે. જોકે, મહેસુલ પ્રધાનની મુલાકાત દરમિયાન આ બંને શખ્સ ગાયબ હતા. ત્યારે મહેસુલ પ્રધાને અહીં કામ કરતા તમામ કર્મચારીઓની બદલીના આદેશ (Order of transfer of all employees) આપી દીધા છે.
કર્મચારી ન હોવા છતાં ટેબલ રાખીને બેસતા 2 શખ્સ ફરાર
મહેસુલ પ્રધાન અચાનક કચેરીએ આવી જતા તમામ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા. અહીં રાજુ પારેખ અને પંકજ શાહ નામના 2 શખ્સ અહીંના કર્મચારી ન હોવા છતાં ટેબલ રાખીને બેસતા હતા, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત હોવાની વાત સામે આવી છે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) દરમિયાન અહીંના કર્મચારીઓએ પણ આ વાતની કબૂલાત કરી છે. જોકે, આ પહેલાં ગુજરાત હાઈકોર્ટના વકીલ દિપેન દવેએ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને તેની ફરિયાદ કરી હતી અને પૂરતા પૂરાવાઓ પણ ગેરકાયદેસર રીતે બેસી રહ્યા છે. તેના મહેસુલ પ્રધાનને સુપરત કર્યા હતા. આથી પ્રધાને સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીની રૂબરૂ મુલાકાત (Revenue Minister surprise visit to Stamp Duty Valuation Office) લઈ તમામ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરીમાં કામ કરતાં કર્મચારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો (Order of transfer of all employees) છે.
અધિકારીની કચેરીમાં ખોટું થતું હોય એનું સ્ટીંગ ઓપરેશન કરો અને હિંમતથી મને ફરિયાદ આપોઃ મહેસુલ પ્રધાન
મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નાગરિકો હિંમતથી આગળ આવે. દિપેન દવે કે, જેઓ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ (Dipen Dave, Senior Advocate, High Court) છે. તેમણે આખી આ વાત ઉજાગર કરી છે. આ અગાઉ એ મારી પાસે આવ્યા હતા અને આ માહિતી મને આપી હતી. તે દરમિયાન મેં કહ્યું હતું કે, અધિકારીની કચેરીમાં ખોટું થતું હોય એનું સ્ટીંગ ઓપરેશન કરો અને એની વિગત મેળવો અને હિંમતથી મને ફરિયાદ આપો. એમને આ વિગત મેળવી છે અને આજે જાત તપાસ માટે હું આવ્યો છું.
આ પણ વાંચોઃલાંચિયા કર્મચારીઓને મહેસુલ પ્રઘાન રાજેન્દ્ર ત્રિવેદીએ ખુલ્લી ચીમકી આપી...