ગુજરાત

gujarat

By

Published : Mar 9, 2021, 7:07 AM IST

ETV Bharat / city

અમદાવાદમાં રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી રેસ્ટોરન્ટ્સ, ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં, કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવામાં આવ્યા હતા.

રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન
રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન

  • કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી
  • રેસ્ટોરન્ટ્સ સહિતની જગ્યાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ
  • કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર વિરૃદ્ધ કાર્યવાહી

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ત્યારે, અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી રેસ્ટોરન્ટ્સ, ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં, નિયમોનું પાલન નહીં કરતા લોકો વિરુદ્ધ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો:અમદાવાદમાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ 8 હોસ્પિટલ સીલ

અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગની ટીમો અંકુર, નારણપુરા, પાલડી, થલતેજ, મણીનગર, નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ જોધપુર,પાલડી સહિતના વિસ્તારમાં ચેકિંગ માટે ગઈ હતી. જ્યાં, કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવામાં આવ્યા હતા.

શહેરમાં ફરી વધી રહ્યા છે માઇક્રો કન્ટેન્ટમેન્ટ

શહેરમાં 45 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે, 9 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. જેમાં, મણિનગર, ઘોડાસર, ખોખરા, નારણપુરા, સરખેજ, બોપલ અને થલતેજમાં 117 ઘરોના 478 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 9 માર્ચથી સ્કિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહીના આદેશ

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ કોરોનાના કેસો વધી રહ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. જેથી, તમામ ખાણી-પીણી બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી અને જ્યાં પાલન ન થાય ત્યાં બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ મુજબ નહીં જોવા મળે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details