કાઉન્સીલર શાહનવાઝ શેખના એસ્ટેટ ઓફિસર રમેશ તડવી સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ - રમેશ તડવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા તોડ બાજી કરી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપ લગાવવામાં આવ્યો છે કે મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારી તોડબાજ કરે છે અને દબાણો તોડવાના મુદ્દે પૈસા લે છે
એસ્ટેટ ઓફિસર રમેશ તડવી તોડબાજ છે: કાઉન્સીલર શાહનવાઝ શેખ
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના જમાલપુર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારી તડવી તોડબાજ છે અને બાંધકામમાં પૈસા ઉઘરાવે છે, તેમજ દબાણનો સામાન છોડાવવા માટે પણ પૈસા માંગે છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વધારેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે.