- દક્ષિણ ભારતમાં કોરોનાના અવિરત કેસ
- બેંગ્લોરમાં 490 બાળકો કોરોના પોઝિટિવ
- અમેરિકામાં 94 હજાર બાળકો કોરોના પોઝિટિવ
અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર બાળકોને અસર કરી શકે છે. તેવી ચેતવણી વિશેષજ્ઞ અગાઉ જ આપી ચૂક્યા છે. હવે તેની અસર પણ દેખાઈ રહી છે. ભારતના દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. તો બીજી તરફ બાળકોમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાથી ચિંતા વધી છે.
અમેરિકા અને કેનેડામાં બાળકોને કોરોનાની રસી
બેંગ્લોરમાં છેલ્લા દસ દિવસમાં 490 જેટલા બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે. અમેરિકામાં એક અઠવાડિયામાં 94 હજાર બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પરંતુ અમેરિકા અને કેનેડામાં તરુણ બાળકોને રસી અપાઈ રહી છે. ભારતમાં હજી બાળકોને રસી આપવાની ટ્રાયલ પણ યોજાઈ નથી. અત્યારે સરકાર તમામ પુખ્ત વયના લોકોને રસી આપીને કોરોનાના ચેપની ચેઇન તોડવા પ્રયત્ન કરી રહી છે.
ત્રીજી લહેરમાં બાળકોને અસર થઈ શકે
બાળકો કોરોના પોઝિટિવ બનતા બાળકોના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક પટેલે ETV Bharat જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેરમાં વૃદ્ધ લોકોને વધુ અસર થઈ હતી. બીજી લહેરમાં પુખ્ત વયના લોકોને વધુ અસર થઈ હતી. હવે ત્રીજી લહેરમાં બાળકોને અસર થઈ શકે. પરંતુ કોરોનાનું પ્રસારણ થતું રોકવા માટે મોટા પાયે વેક્સિનેશન જરૂરી છે. જેની ઉપર સરકાર કાર્ય કરી રહી છે. જો કે હજી સુધી ભારતમાં બાળકોની વેકસીન આવી નથી. પરંતુ તે માટેની કામગીરી પ્રગતિમાં છે.
આ પણ વાંચો: પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચિમની પડતા 15થી વધુ મજૂરો દટાયા, 7ના મોતની આશંકા, એકને રેસ્ક્યૂ કરાયો
ઘરના લોકો બાળકોને સાચવે
સામાન્ય રીતે અત્યારે પરિવારના મોટા સભ્યોમાંથી જ કોરોનાનો ચેપ બાળકોમાં પ્રસરી રહ્યો છે. બાળકોને લઈને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ઘરના દરેક સભ્યએ વેક્સિન લેવી જરૂરી છે. દૈનિક ખોરાક પ્રોટીન, ઝીંક અને વિટામીન સી યુક્ત હોય તેનું ખાસ ધ્યાન રાખો. શાળાઓ ખૂલી હોવાથી શાળાના તમામ સ્ટાફે રસી લીધી હોય તે જરૂરી છે. સાથે જ કોરોનાના નિયમોનું પાલન પણ જરૂરી છે.
કોરોના વધુ સશક્ત થઈ રહ્યો છે