ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની અસરઃ મહામારીનાં કારણે ટ્રાવેલ્સનાં ધંધામાં ખોટ થતા બસ વહેંચવાનો વારો આવ્યો - કોરોના ઇફેક્ટ

કોરોનાની મહામારીમાં ટ્રાવેલ્સ કંપનીઓ પર મોટી અસર થઇ છે. ટૂર અને ટ્રાવેલ્સ સંચાલકોમાં હાલ ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને કોરોનાની મહામારીમાં સાત કરોડથી પણ વધારેનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બેન્કોના હપ્તા પણ ભરાય તેવી સ્થિતિ નથી. જેને લઇને અત્યાર સુધીમાં પટેલ ટ્રાવેલ્સે 50 જેટલી બસો વેચી નાખી છે. જોકે, સરકાર દ્વારા અમુક અંશે રાહત આપવામાં આવી હતી, પરંતુ તેની કોઇ પણ અસર દેખાઈ નથી.

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર અસર
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર અસર

By

Published : Mar 20, 2021, 4:05 PM IST

  • પ્રવાસીઓમાં 90 ટકાનો થયો ઘટાડો, પાંચ હજારથી પણ વધારે લોકોએ રોજગારી ગુમાવી
  • અમદાવાદ ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ 1500 કરોડનું નુકસાન થયું હોવાનો કર્યો દાવો
  • સરકારે ટેકાના છ મહિનાની રાહત આપી, પરંતુ પ્રવાસીઓ જ નથી

અમદાવાદ: કોરોનાની મહામારીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની લાંબા સમય સુધી બંધ રહી હતી. જેને લઇને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે અમદાવાદનાં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળની પટેલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક મેઘજી પટેલ અને નીતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાજેન્દ્ર ઠાકર સાથે વાત જાણવા મળ્યું હતું કે, પોતાની 50 બસો વેચી નાખી છે. આ સાથે 7 કરોડનું નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો હતો. કોરોનાની મહામારીમાં સતત 2 મહિના સુધી તમામ બસો બંધ રહી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા 50 ટકા પ્રવાસીઓની મંજૂરી સાથે બસો શરૂ કરી હતી. જેમાં ટ્રાવેલ્સ કંપનીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.

કોરોનાની અસરઃ મહામારીનાં કારણે ટ્રાવેલ્સનાં ધંધામાં ખોટ થતા બસ વહેંચવાનો વારો આવ્યો

કોરોનાની મહામારીમાં ધંધો બંધ રહેતા મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો

પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક મેઘજી પટેલે 35 વર્ષ પહેલા ટ્રાવેલ્સ કંપની શરૂઆત કરી હતી. જેમાં તેમણે ધીમે ધીમે ધંધાને આગળ વધાર્યો હતો. હાલમાં તેમની પાસે 300થી વધારે બસ છે. કોરોનાની મહામારીમાં ધંધો બંધ રહેતા મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઈને અત્યાર સુધીમાં 50 જેટલી બસ વહેચી નાખી છે. તેમણે કહ્યું કે, બેન્કવાળા ડિફોલ્ટર જાહેર કરે અને ક્રેડિટ ખરાબ થાય તે પહેલા બેન્કનું ભારણ ઉતારી દેવું સારું છે. જેને લઈને હવે જે રીતે ગ્રાહકો આવે તે રીતે બસની વહેંચણી કરું છું. હવે ફરીથી માર્કેટ ખુલશે ત્યારે પાછો ધંધો આગળ વધારવાનું શરૂ કરીશું.

આ પણ વાંચોઃ કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ

મહામારીમાં નુક્સાન થતા બસ વહેંચવાનો વારો આવ્યો છે

નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે પણ કોરોનાની મહામારીમાં નુક્સાનના કારણે બસો વહેંચવાનું શરૂ કરવું પડ્યું છે. તેમણે કહ્યું કે, ટુરિઝમ સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને હાલમાં સરકારનો ટેક્સ ભરવો પણ મુશ્કેલ છે. તે સાથે ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. બસની કિંમત જેટલો ટેક્સ તો દર વર્ષે સરકારને આપવામાં આવે છે. બસનું ભાડું વધતા લોકો બસમાં ટ્રાવેલ કરવાનું ટાળી રહ્યા છે. કમાણી થતી નથી છતા પણ સરકારને ટેક્સ આપવો પડે છે. બસમાં એક કિલોમીટરે 5થી 6 રૂપિયા ટોલ ટેક્સ આપવો પડે છે.

આ પણ વાંચોઃ કોરોના અને ખેડૂત આંદોલનની અસરઃ વલસાડમાં ફ્રૂટ-શાકભાજી ભાવ ગગડયા પણ ગ્રાહકો..?

બંધ પડી રહેલી બસનો પણ મહિને 39,000નો ખર્ચ થતો હોય છે

ટૂર એન્ડ ટ્રાવેલ્સ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 13,000 ખાનગી બસમાંથી 5,500 જેટલી બસ વેચવા મૂકી છે. 30 ટકા બસો વહેંચાઈ ગઈ છે અને 60 ટકા બસો બંધ હાલતમાં પડી છે. એક અંદાજ પ્રમાણે ટ્રાવેલ્સનાં બિઝનેસને 2300 કરોડનું નુકસાન થયું છે. કોરોનાની મહામારીને લઈને મોટાભાગના પ્રવાસીઓ બસમાં ટ્રાવેલ કરવાનું પણ ટાળી રહ્યા છે. RTO દ્વારા એક બસ પર દર મહિને 21,000થી 39,000 સુધીનો ટેક્સ વસૂલવામાં આવે છે. 7,000 રૂપિયા વીમાનો ખર્ચ થતો હોય છે. બસના ડ્રાઈવર અને ક્લીનરના પગાર પેટે દર મહિને 20,000 જેટલો ખર્ચ થાય છે. 3,500 જેટલો પાર્કિંગનો ચાર્જ, બેન્કના હપ્તા સહિતનો ખર્ચ પણ થતો હોય છે.

ABOUT THE AUTHOR

...view details