ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત : બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં - Bopal

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોપલ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ કુલ 304 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 1150 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાનો કહેર
અમદાવાદમાં કોરોનાનો કહેર

By

Published : Nov 23, 2020, 5:24 AM IST

  • ખાનગી હોસ્પિટલમાં બેડ ભરવાની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ
  • બોપલમાં કોરોના કેસમાં થયો વધારો
  • એક જ બિલ્ડિંગના 304 મકાનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બોપલ વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ કુલ 304 મકાનને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં રહેતા 1150 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પશ્ચિમના વિસ્તારોમાં પણ આટલી વિશાળ સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ મળી રહી છે.

બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

અધિકારીઓની બેઠક યોજવામાં આવી

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે બેડ ન હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, આ અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.

બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓને દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવે તેવા આદેશ કરાયા

આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. જરૂરિયાત ન હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરવા અને જરૂરિયાત હોય એટલે કે, ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓને દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ આદેશ કરવામાં આવ્યા છે.

બોપલમાં 304 મકાનને મૂકાયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં

એક પરિવારના દર્દીઓને એક જ હોસ્પિટલમાં રાખવા આદેશ

AMC દ્વારા 108 સેવાને સૂચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના દર્દીઓને બને ત્યાં સુધી એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તેમ છતાં કોઈપણ વ્યક્તિગત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા પણ અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details