ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો, બાળક તંદુરસ્ત

છેલ્લા બે મહિના દરમિયાન 40 થી વધુ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે આજે વધુ એક સગર્ભા મહિલા પ્રસુતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી છે.

Ahedabad, Etv Bharat
Ahmedabad

By

Published : May 28, 2020, 9:04 PM IST


અમદાવાદ: છેલ્લા બે મહિના દરમિયાન 40 થી વધુ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ માતા બનીને સિવિલ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે આજે વધુ એક સગર્ભા મહિલા પ્રસુતિ બાદ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો
અનિતાબેન નામના મહિલા પ્રસૂતિ લઈને ખૂબ જ ચિંતિત હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા. અનિતાબેન સગર્ભા હોવાની સાથે-સાથે કોરાનાથી પણ પોઝિટિવ હતા. જેથી તેમનો પરિવાર ખૂબ જ ચિંતિત હતો. ૧૪ દિવસ પહેલાં અનિતાબેનને કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેઓએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બાળક પણ સ્વસ્થ છે, જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતાં સમયે ડોક્ટર્સ દ્વારા પૂરતા પ્રમાણમાં માસ્ક અને સેનિટાઈઝર્સની બોટલ તેમજ ઘરે ગયા પછી બાળકના ઉછેર અંગેની જરૂરી સલાહ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details