ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વાઈરસને કારણે પશ્ચિમ રેલવેને 1177.28 કરોડનું નુકસાન

કોરોના વાઇરસને કારણે અપાયેલા લોકડાઉનમાં બે મહિના અર્થતંત્ર બંધ રહ્યું. જેમાં રેલવે વિભાગને મોટું આર્થિક નુકસાન થયું છે. પશ્ચિમ રેલવેને કુલ 1177.28 કરોડનું નુકસાન થયું છે.

કોરોના વાઇરસને કારણે પશ્ચિમ રેલવેને 1177. 28 કરોડનું નુકસાન થયુ..
કોરોના વાઇરસને કારણે પશ્ચિમ રેલવેને 1177. 28 કરોડનું નુકસાન થયુ..

By

Published : Jun 6, 2020, 12:31 PM IST

અમદાવાદ: કોરોના વાઇરસને કારણે અપાયેલા લોકડાઉનમાં બે મહિના અર્થતંત્ર બંધ રહ્યું. જેમાં રેલવે વિભાગને મોટું આર્થિક નુકસાન થયું છે. પશ્ચિમ રેલવેને કુલ 1177.28 કરોડનું નુકસાન થયું છે.

કોરોના વાઇરસને કારણે પશ્ચિમ રેલવેને 1177. 28 કરોડનું નુકસાન થયુ..

કોરોના વાઈરસને કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન જાહેર પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવતા, રેલવે પણ બે મહિના જેટલા સમયગાળા દરમિયાન બંધ રહી છે. લોકડાઉનમાં પણ તેની ફક્ત પાર્સલ ટ્રેનો અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલી છે. જેમાં પાર્સલ ટ્રેનો દ્વારા જ રેલવે વિભાગને આવક થઇ છે. જ્યારે અત્યારે પણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં સમગ્ર દેશમાં જરૂરી પરિવહન માટે રેલવે ચાલુ કરવામાં આવી છે.

કોરોના વાઇરસને કારણે પશ્ચિમ રેલવેને 1177. 28 કરોડનું નુકસાન થયુ..

રેલવેની મોટાભાગની ટ્રેનો બંધ છે, ત્યારે ઉનાળાના સમયમાં જ્યારે ટ્રેનોમાં ભીડ જોવા મળતી હોય અને વેઇટિંગ ચાલતું હોય ત્યારે રેલવેને નુકશાન થઈ રહ્યું છે. 4,જૂન સુધી કોરોના વાયરસના સંક્રમણ કાળ દરમિયાન પશ્ચિમ રેલવેને કુલ 1177.28 કરોડનું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details