- રાજ્યમાં કોરોનાની વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો (Vaccine shortage)
- મેમનગરમાં વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) પર લોકોની લાંબી લાઈન જોવા મળી
- અંધ કન્યા વિકાસ ગૃહ (Andh kanya Vikas Gruh) ખાતે લોકો સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા
- રાજ્યમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા વેક્સિનેશન સેન્ટર્સ પર વેક્સિન લેવા લોકોના ધમપછાડા
અમદાવાદઃ શહેરમાં કોરોના વેક્સિનની ઘટ (Vaccine shortage) સર્જાતા વેક્સિન મળી નહીં રહે તેવો ડર હવે નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. આવા જ દૃશ્યો મેમનગરમાં પણ જોવા મળ્યા છે. મેમનગર વિસ્તારમાં અંધ કન્યા વિકાસ ગૃહ (Andh kanya Vikas Gruh) ખાતે લોકોને વેક્સિન આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેક્સિનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી લોકો સવારે 6 વાગ્યાથી જ લાઈનમાં આવીને ઉભા રહે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગના વેક્સિન સેન્ટર (Vaccination Center) ઉપર સેન્ટર બંધ હોવાનું અથવા તો વેક્સિનનો સ્ટોક (Vaccine stock) ન હોવાના પાટિયા લગાવવામાં આવ્યા છે.
દરરોજ 1 લાખ લોકોનું વેક્સિનેશન કરવાનો દાવો પોકળ સાબિત થયો
હાલ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ ટાર્ગેટ સુપર સ્પ્રેડર કે જેમના સંપર્કમાં આવવાથી કોરોના વધુ ફેલાવાની સંભાવનાઓ છે. તેમને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ એવા પણ વાયદા કર્યા હતા કે, દૈનિક 1 લાખ લોકોને વ્યક્તિને આપવામાં આવશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સેન્ટર ઉપર વેક્સિનનો જથ્થો ન આવતા લોકોએ વેક્સિન લીધા વિના જ પાછા પરત ફરવું પડી રહ્યું છે. મેમનગર ખાતે પણ વેક્સિનનો પૂરતો જથ્થો ન આવવાના કારણે લોકો સવારે 6 વાગ્યાથી જ વેક્સિન સેન્ટર ખૂલ્યું તે પહેલા જ પહોંચી રહ્યા છે.