- જનકલ્યાણ સેવા ટ્રસ્ટના મંત્રી નિલેશ બગડીયાએ લીધી કોરોના વેક્સિન
- 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજવામાં આવ્યો વેક્સિનેશન કેમ્પ
- કોરોનાને ડામવા વેક્સિન લેવા ધારાસભ્ય એ નગરજનોને કરી અપીલ
ધંધુકા: ઠક્કર ચેમ્બર્સ ખાતે 45 વર્ષથી ઉપરની વય ધરાવતા નાગરિકો માટે અને કોરોના સંક્રમિતોના વધતા જતાં પ્રમાણને ડામવા માટે કોરોના વેક્સિનેશનનો કેમ્પ યોજવામાં આવેલો હતો. ધંધુકામાં ઠક્કર ચેમ્બર્સ ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ, ડૉક્ટર દિનેશ પટેલ (THO), નિલેશ બગડીયા, રાજુ ઠક્કર- વેપારી અગ્રણી, IP ડાભી હોમગાર્ડ કમાન્ડર તેમજ પત્રકારોની ઉપસ્થિતિ વચ્ચે સૌપ્રથમ દિપ પ્રાગટ્ય કરી કોરોના જેવા રોગમાંથી મુક્તિ અપાવવા ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ