ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં ફક્ત 24 કેસ નોંધાયા,3 કોર્પોરેશન અને 9 જિલ્લામાં કેસ, મૃત્યુ પણ એકપણ નહીં. - ગુજરાતમા કોરોના

રાજ્યમાં કોરોના નિયંત્રણ આવી હોય તેવું દેખાઇ રહ્યું છે છેલ્લા 24 ક્લાકમાં સમગ્ર રાજ્યમાંથી કોરોનાના માત્ર 24 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 31 દર્દીઓએ કોરોનાને મહાત કર્યો છે.

રાજયમાં 24 કલાકમાં ફક્ત 24 કેસ નોંધાયા,
રાજયમાં 24 કલાકમાં ફક્ત 24 કેસ નોંધાયા,

By

Published : Aug 5, 2021, 10:22 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 24 પોઝીટીવ કેસ નોંધાયા
  • 31 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 03, બરોડા 05 સુરત 06 અને રાજકોટમાં 00 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 24 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 31 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના ની યાદી માં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન અને 9 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ ના સિંગલ ડિજિત કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 08 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે.
આજે 5,81,446 રસીકરણ થયું,
જ્યારે રાજ્યમાં આજે 5 ઓગષ્ટ ના રોજ 4,81,446 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,50,01,034 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 3,52,483 નાગરિકને પ્રથમ ડોઝ અને 33,491 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 3.50 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 220થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 206 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 06 વેન્ટિલેટર પર અને 200 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,696 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details