- રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
- આજે રાજ્યમાં કુલ 665 પોઝિટિવ કેસો નોંધાયા
- ગુજરાતમાં કોરોના વાઈરસના કારણકે 4 લોકોના મૃત્યું થયા
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 665 પોઝિટિવ દર્દીઓ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે. જો કે, 897 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં 48,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે કોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા લોકોની સંખ્યા આજની તારીખે 4,97,707 છે, જે પૈકી 4,97,587 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે અને 120 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 665 પોઝિટિવ કેસ નોંધાયા, 04 દર્દીના મોત, 897 દર્દી ડિસ્ચાર્જ ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલા કેસો કોરોનાના નોંધાયા
ગુજરાતમાં જિલ્લાવાર કોરોનાના કેસની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન 135, સુરત કોર્પોરેશન 105, વડોદરા કોર્પોરેશન 100, રાજકોટ કોર્પોરેશન 61, રાજકોટ 27, વડોદરા 27, સુરત 19, જામનગર કોર્પોરેશન 14, દાહોદ 12, કચ્છ 11, સાબરકાંઠા 11, ગાંધીનગર 10, ગાંધીનગર કોર્પોરેશન 10, ખેડા 9, આણંદ 8, જૂનાગઢ કોર્પોરેશન 8, મોરબી 8, જૂનાગઢ 7, મહેસાણા 7, ભરૂચ 6, નવસારી 6, પંચમહાલ 6, પાટણ 6, અમરેલી 5, બનાસકાંઠા 5, ભાવનગર કોર્પોરેશન 5, અમદાવાદ 4, ગીર સોમનાથ 4, મહીસાગર 4, નર્મદા 4, સુરેન્દ્રનગર 4, અરવલ્લી 3, ભાવનગર 3, જામનગર 3, બોટાદ 2, પોરબંદર 2, તાપી 2, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં કેટલા લોકોના કોરોના વાઇરસથી થયા મૃત્યું
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હવે તો રાજ્યમાં મૃત્યુઆંક સિંગલ આંકડામાં આવી ગયો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 4 દર્દીઓના મોત થયા છે. જેમા અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4329એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,36,323 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 8594 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 60 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 8534 સ્ટેબલ છે.