- રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
- આજે રાજ્યમાં કુલ 958 કેસો નોંધાયા પોઝિટિવ
- ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને પહોંચી 2,38,205
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે, જે એક રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 1000થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે.
1309 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કુલ 958 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને 2,38,205એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4254એ પહોંચ્યો છે. જ્યારે 1309 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને તે 93.58 ટકાએ પહોંચ્યો છે. આજે રાજ્યમાં 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 958 પોઝિટિવ કેસ નોંધાયા, 06 દર્દીના મોત, 1309 દર્દી ડિસ્ચાર્જ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નોંધાયેલા કેસો
કોરોના વાઈરસના રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન 195, સુરત કોર્પોરેશન 123, વડોદરા કોર્પોરેશન 96, રાજકોટ કોર્પોરેશન 97, મહેસાણા 31, વડોદરા 32, ખેડા 33, સુરત 34, રાજકોટ 29, પંચમહાલ 10, દાહોદ 23, ગાંધીનગર 19, જામનગર કોર્પોરેશન 09, ગાંધીનગર કોર્પોરેશન 15, બનાસકાંઠા 15, ભાવનગર કોર્પોરેશન 14, કચ્છ 24, મહીસાગર 09, અમરેલી 11, ભરૂચ 09, જામનગર 09, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 16, આણંદ 07, મોરબી 15, નર્મદા 09, પાટણ 09, અમદાવાદ 07, જૂનાગઢ કોર્પોરેશન 10, ગીર સોમનાથ 6, જૂનાગઢ 09, અરવલ્લી 2, વલસાડ 1, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નવસારી 1, ભાવનગર 1, છોટા ઉદેપુર 2, તાપી 1, પોરબાંદર 2 કેસ સામે આવ્યા છે.
કોરોના વાઈરસથી કેટલા લોકોના થયા મૃત્યુ ?
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના કુલ 6 દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોને કોરોના ભરખી ગયો છે. સુરત કોર્પોરેશનમાં 2 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4254એ પહોંચ્યો છે.