ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા - અરબ સાગર

અમદાવાદમાં વાવાઝોડાની અસરને કારણે કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે, ઉત્તર ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર જી. ટી. મહેતાએ જણાવ્યું હતું કે, ઝોનમાં આવેલા 8 ડોમમાંથી 4 ડોમ ગઈ કાલે મંગળવારે ભારે પવન સાથે વરસાદને કારણે ઉડી ગયા હતા.

તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા
તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા

By

Published : May 19, 2021, 5:16 PM IST

  • મંગળવારે અમદાવાદના વાવાઝોડાને કારણે ડોમ ઉડ્યા
  • શહેરના ઉત્તર ઝોનમાં 4 ડોમ ઉડી ગયા
  • અર્બન હેલ્થ સેન્ટરમાં આજે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું

અમદાવાદ:શહેરમાં મંગળવારે આવેલા વાવાઝોડાના કારણે માનપાએ લગાવેલા ટેસ્ટિંગ ડોમ ઉડી ગયા છે. આથી, બુધવારે મોટાભાગના વિસ્તારોમાં ડોમમાં ટેસ્ટિંગ થઇ રહ્યા નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરેલી તપાસમાં મેમનગર, પ્રભાત ચોક, ભુયંગદેવ ચાર રસ્તા, વાડજ અને નારણપુરા વિસ્તારોમાં ડોમ પણ ન હતા અને ટેસ્ટિંગ કરવાની ટિમ પણ ન હતી.

તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા

આ પણ વાંચો:GMDC ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું, RT-PCR ટેસ્ટના ડોમ ઉડયા

ઉત્તર ઝોનમાં 8 માંથી 4 ડોમ ઉડ્યા

ઉત્તર ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર જી. ટી. મહેતા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ઝોનમાં આવેલા 8 ડોમમાંથી 4 ડોમ ગઈકાલે મંગળવારે ભારે પવન સાથે વરસાદને કારણે ઉડી ગયા હતા. જોકે, આ તમામ ડોમનું રી-એસ્ટેબલિશમેન્ટ કરવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ડોમ એસ્ટેબલિશમેન્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો:અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ : યુ. એન. મહેતા હોસ્પિટલની બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી

પશ્ચિમ અમદાવાદમાં પણ ડોમ ન દેખાયા

પશ્ચિમ ઝોનમાં આવેલ વાડજ, ભૂંગદેવ, મેમનગર, પ્રભાત ચોક, નારણ પુરામાં પણ ડોમ ઉડી ગયા હતા. આ મુદ્દે, ઉત્તર પશ્ચિમ ઝોનના મેડિકલ હેલ્થ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં આજે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જોકે, રેસ્ટોરેશનનું કામ હાલ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે મંગળવારે ઘણા ડોમ ઉડી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details