ગુજરાત

gujarat

ETV Bharat / city

મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવવા હવે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

દિવાળી બાદ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં કોરોના ફેલાતો અટકાવવા માટે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જે મુજબ મહારાષ્ટ્રમાં ટ્રેનથી કે પ્લેનથી પ્રવેશ કરતા પ્રવાસીઓએ નિયત સમય મર્યાદાની અંદર કરાવેલો કોરોનાનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યો છે.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

By

Published : Nov 24, 2020, 6:57 AM IST

  • મહારાષ્ટ્ર સરકારનો વિવાદાસ્પદ નિર્ણય
  • મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે કરાવવો પડશે આરટી-પીસીઆર ટેસ્ટ
  • દિલ્હી, ગુજરાત, ગોવા અને રાજસ્થાનના લોકો માટે નોટિફિકેશન

અમદાવાદ : દિવાળી બાદ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં કોરોના ફેલાતો અટકાવવા માટે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જે મુજબ મહારાષ્ટ્રમાં ટ્રેનથી કે પ્લેનથી પ્રવેશ કરતા પ્રવાસીઓએ નિયત સમય મર્યાદાની અંદર કરાવેલો કોરોનાનો આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી બની ગયો છે. આ ટેસ્ટ દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતના લોકો માટે જરૂરી છે.

ગુજરાતમાં 5 લાખ લોકો ક્વોરેન્ટાઇન સમય હેઠળ

ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ દિલ્હીમાં 6746, મહારાષ્ટ્રમાં 5753, રાજસ્થાનમાં 3260 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 1,487 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં 82,521 છે. જ્યારે રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 73 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં પાંચ લાખ જેટલા લોકો ક્વોરેન્ટાઇન સમય હેઠળ છે.

પ્લેનના પ્રવાસીઓ માટે 72 કલાક જ્યારે ટ્રેનના પ્રવાસીઓ માટે 96 કલાક સુધી રિપોર્ટની મર્યાદા

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે પ્લેન અને ટ્રેન દ્વારા જે ડોમેસ્ટિક પ્રવાસીઓ દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાથી આવતા હોય કે પછી તે સ્ટેશનો પર થઈને આવતા હોય તો તેમને પોતનો RT-PCR રિપોર્ટ કઢાવવાનો રહેશે. RT-PCR રિપોર્ટ મહારાષ્ટ્રમાં પ્રવેશના 72 કલાક સુધીનો પ્લેન દ્વારા પ્રવાસ માટે અને રેલવે માટે 96 કલાકમાં કરાયેલો હોવો જોઈએ.

હવાઈ પ્રવાસીઓ માટે ટેસ્ટ ફરજીયાત, રેલવે પ્રવાસીઓનું સ્ક્રિનિંગ થઈ શકે

જો કે હવાઈ પ્રવાસીઓ માટે આ ટેસ્ટ ફરજીયાત છે, જ્યારે ટ્રેનના પ્રવાસીઓ જો આ ટેસ્ટ નહીં કરાવ્યો હોય તો સ્ટેશન પર તેમનું મેડિકલ સ્ક્રિનિંગ થશે. ફક્ત કોરોનાના લક્ષણ વગરના વ્યક્તિઓને જ મહારાષ્ટ્રમાં પ્રવેશવાની મંજૂરી મળશે. જ્યારે એરપોર્ટના પ્રવાસીઓએ આ રિપોર્ટ તેમના બોર્ડિંગ વખતે બતાવવાનો રહેશે. જો તેમને તેમ નહીં કરે તો મહારાષ્ટ્રરના જે-તે એરપોર્ટ પર જ્યાં તેઓ ઉતરશે, ત્યારે તેમને સ્વખર્ચે આ રિપોર્ટ કરાવવાનો રહેશે.

કોરોનાના લક્ષણ ધરાવતા પ્રવાસીઓએ થવું પડશે ક્વોરેન્ટાઇન

જો મહારાષ્ટ્રના એરપોર્ટ પર કોઈ પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવશે કે, પછી રેલવેમાં કોઈ પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેમને સરકારી ગાઇડલાઇન મુજબ સારવાર લેવી પડશે અને સરકારી દેખરેખમાં કવોરેન્ટાઇન પણ થવું પડશે.

ABOUT THE AUTHOR

...view details