ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના સુઓમોટો સુનાવણી, રાજ્ય સરકારે રજૂ કર્યું સોગંદનામુ - Suomoto Hearing

ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) આજે 15 મેના રોજ કોરોના સુઓમોટોની સુનાવણી (Suomoto Hearing) હાથ ધરાશે. સોમવારના રોજ રાજ્ય સરકારે નામદાર હાઇકોર્ટમાં સોગંદનામું (Affidavit in High Court) રજૂ કર્યું હતું. આ સોગંધનામામાં રાજ્ય સરકારે 13 જૂન સુધીમાં 2 કરોડ 2 લાખ 64 હજાર 893 લોકોને વેક્સિન અપાઈ હોવાનો દાવો પણ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં 15 મેના રોજ કોરોના સુઓમોટોની સુનાવણી
ગુજરાત હાઇકોર્ટમાં 15 મેના રોજ કોરોના સુઓમોટોની સુનાવણી

By

Published : Jun 15, 2021, 12:05 AM IST

  • હાઇકોર્ટમાં યોજાશે આજે મંગળવારે કોરોના સુઓમોટોની સુનાવણી
  • રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
  • સરકારે વેક્સિનેશન ઉપર ભાર મૂક્યો હોવાનો કર્યો દાવો

આમદાવાદ: ગુજરાત હાઇકાર્ટમાં (Gujarat High Court) આજે 15મી જૂને રાજ્યમાં કોરોના અંગે થયેલી અરજી ઉપર સુઓમોટોની સુનાવણી (Suomoto Hearing) યોજાવાની છે. આ મુદ્દે સોમવારના રોજ રાજ્ય સરકારે નામદાર હાઇકોર્ટમાં સોગંદનામું (Affidavit in High Court) રજૂ કર્યું હતું. સરકારે સોગંદનામા વેક્સિનેશન ઉપર સરકાર વધુ ભાર મૂકતી હોવાના દાવા કરવામાં આવ્યા છે. રાજ્યમાં 13 જૂન સુધીમાં 2 કરોડ 2 લાખ 64 હજાર 893 લોકોને વેક્સિન અપાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ મ્યૂકરમાઇકોસિસ(Mucormycosis) એટલે કે બ્લેક ફંગસ (black Fungus) અંગે રાજ્ય સરકાર પગલાં લઈ રહી હોવાનું પણ સરકારે દાવો કર્યો છે.

આ પણ વાંચો:Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 455 કોરોનાના કેસો નોંધાયા જ્યારે 1,063 દર્દીઓએ કોરોનાને માત આપી

ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાયો હોવાનો દાવો

સરકારે સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે, અગાઉ હાઇકોર્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે સુવિધા ઉભી કરવા માટે દિશા નિર્દેશો આપ્યા છે. તેનું પાલન રાજ્ય સરકાર કરી રહી છે. જ્યાં, સામાન્ય વિસ્તાર છે ત્યાં 5,000ની અને જ્યાં આદિવાસી અથવા ઉચ્ચ પ્રદેશમાં 3,000ની વસ્તી હોય ત્યાં એક સબ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જ્યાં સામાન્ય વિસ્તારોમાં 30,000ની વસ્તી સુધી અને આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં 20,000ની વસ્તી સુધી એક પ્રાઇમરી હેલ્થ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ પણ એવા વિસ્તારો કે જ્યાં 1 લાખ 20 હજાર સુધીની વસ્તી અને આદિવાસી વિસ્તારમાં 80,000 સુધીની વસ્તી હોય ત્યાં સ્થાપવામાં આવ્યા છે. વધુમાં 9 હજાર 163 સબ સેન્ટર અને 7 એડિશનલ શોપ સેન્ટર રાજ્યમાં સ્થાપવામાં આવ્યા છે. જ્યારે 1,477 PHC સેન્ટર સાથે નવા 135 PHC સેન્ટર એસ્ટાબ્લિસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે

મ્યુકરમાઇકોસિસ અંગે ફેલાવી રહ્યા છે લોક જાગૃતિ

મ્યુકરમાઇકોસિસ અંગે રાજ્ય સરકાર પગલાં લઈને રહી હોવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં નિર્દેશોનું પાલન પણ રાજ્ય સરકાર કરી રહી છે. તેવું પણ જણાવવામાં આવ્યું છે. મ્યુકરમાઇકોસિસ અંગે સોશિયલ મિડિયા દ્વારા લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે કે, જનતામાં જાગૃતતા આવી રહી છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ લોકો સુધી આ બીમારી અંગેની વધુમાં વધુ જાણકારીનો ફેલાવો થાય તે માટે ટીવી અને રેડિયો માધ્યમથી પણ તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details