- 11 મે ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટો સુનાવણી
- કેન્દ્ર સરકારે રજૂ કર્યું સોગંદનામુ
- નૌકાદળ દ્વારા હોસ્પિટલમાં કુલ 169 લોકોને અહીં પહોંચાડાયા
અમદાવાદ : 11 મે ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સુઓમોટોની સુનાવણી થશે. આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પોતાનું સોગંદનામુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સોગંદનામામાં કેન્દ્ર સરકાર ઓક્સિજન, રેમડેસીવીર અને અન્ય સુવિધા માટે કેવી રીતે કામ કરી રહી છે અને સરકારની યોજના શું છે? તે વિષયે માહિતી રજૂ કરવામાં આવી છે. સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, સરકારે મેડિકલ સ્ટાફને વિવિધ નેવલ સ્ટેશનથી અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે. નૌકાદળ દ્વારા હોસ્પિટલમાં કુલ 169 લોકોને અહીં પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આશરે 1.65 લાખ લિટર જેટલી 2 લિક્વિડ નાઇટ્રોજન ટેન્ક્સને સ્ટોરેજ માટે પ્રવાહી ઓક્સિજન ટાંકીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. ભારતીય નૌસેનાએ COVID રાહત કામગીરી માટે સમુદ્ર સેતુ II યોજના અંતર્ગત મુંબઈ, વિશાખાપટ્ટનમ અને કોચીનથી વિદેશી દેશોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને તેનાથી સંબંધિત તબીબી ઉપકરણોના વહન માટે કાર્યરત છે.
આ પણ વાંચો -કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટનો 43 પાનાનો હુકમ: રાત્રિ કરફ્યૂ પૂરતો નહિ, સરકાર કડક પગલાં લે
મૈત્રીપૂર્ણ દેશો પાસેથી મદદ લેવાઈ રહી છે
ભારતીય નૌસેનાએ તેના વહાણો COVID રાહત કામગીરી સમુદ્ર સેતુ II અંતર્ગત મુંબઈ, વિશાખાપટ્ટનમ અને કોચીનથી ત્રણ નેવલ કમાન્ડના જહાજોથી મૈત્રીપૂર્ણ દેશો પાસેથી મેડિકલ સંસાધનો, ઓક્સિજન સપ્લાય માટે મોકલવાનું શરુ કર્યું છે. આ માટે INS તલવાર, INS કોલકાતા, INS ઐરાવત, INS કોચી, INS તાબર, INS ત્રિકંદ, INS જલાશ્વ અને INS શાર્દુલને તૈનાત કર્યા છે.
આ પણ વાંચો -સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે
સુરક્ષા દળની ત્રણેય પાંખોયે પોતાના પ્રયાસો સઘન કર્યા