અમદાવાદઃ જિલ્લામાં વિરમગામ લોહાણા યુવક મંડળ દ્વારા કોરોનાની મહામારીથી રક્ષણ મેળવવા માટે સ્ટીમ મશીન, માસ્ક અને સેનેટાઈઝનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ લોહાણા યુવક મંડળ દ્વારા જ્ઞાતિબંધુઓને કોરોના મહામારીથી રક્ષણ મળી રહે તે માટે કોરોના સેફ્ટી કીટનું કરાયુ વિતરણ - Corona virus
સમગ્ર રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝર ખુબ ઉપયોગી સાબીત થઇ રહ્યા છે, જેને ધ્યાને લઇ અમદાવાદ જિલ્લામાં વિરમગામ લોહાણા યુવક મંડળ દ્વારા કોરોનાની મહામારીથી રક્ષણ મેળવવા માટે સ્ટીમ મશીન, માસ્ક અને સેનેટાઈઝનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
લોહાણા યુવક મંડળ દ્વારા કોરોના સેફ્ટી કીટનું વિતરણ કરાયુ
સમગ્ર દેશમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે કોરોનાથી લોકોને બચાવવા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક ફરજીયાત પહેરવું જેવા નિયમોનું પાલન કરવા સરકારે જણાવ્યું છે. ત્યારે વિરમગામ લોહાણા યુવક મંડળના યુવકો દ્વારા રવિવારે લોહાણા વાડીમાં જ્ઞાતિબંધુઓને કોરોના સેફ્ટીકીટ એટલે કે સ્ટીમ મશીન, માસ્ક તેમજ સેનેટાઈઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના અગ્રણીઓએ લોહાણા યુવક મંડળના યુવકોની કામગીરીને બિરદાવી હતી.