અમદાવાદ: ગુજરાતમાં 4 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 2,265 કેસ (Corona cases in Gujarat) નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 36 (Corona cases in rajkot), સુરતમાં 415 (Corona cases in surat), ભાવનગરમાં 1 કેસ સામે આવ્યા છે. નિષ્ણાતો ભારતમાં કોરોના (Corona In Gujarat)ના આ વધતા કેસોને કોરોનાની ત્રીજી લહેર ગણાવી રહ્યા છે. કોરોનાને જોતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે નવા ઓક્સિજન પ્લાન્ટ (oxygen plants in government hospitals) તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ
રાજ્યમાં કુલ 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plants In Gujarat) તૈયાર કરવાનું આયોજન હતું, જેમાંથી અત્યારે 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં (Corona Preparation In Gujarat) આવ્યા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલા 800 મેટ્રિક ટન કેપિસિટીમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Production In Gujarat) થતું હતું, જે હવે 1,800 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિ દિવસનું ઉત્પાદન કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ત્રીજી લહેરમાં 1,890 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
400 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે
આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયમાં 24 જેટલા ઓક્સિજન પ્લાન્ટકાર્યરત છે, ત્યારે આવનારા દિવસોમાં 400 જેટલા પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે, જેથી 400 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત ઓક્સિજન કોન્સનટ્રેટર અત્યારે 700 છે તેને પણ વધારીને 10000 કરવામાં આવશે. જે જગ્યાએ અથવા તો જે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા નહીં હોય તો તેવી જગ્યાએ ખાનગી કંપનીઓને સાથે રાખીને ભાડે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અથવા તો જમ્બો પ્લાન્ટના સ્વરૂપે ઓક્સિજનને ત્યાં સ્પેરમાં રાખવામાં આવશે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યના 21 જિલ્લાઓમાં ઓક્સિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે 2000 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે.
1500થી વધારી 30,000 કરવામાં આવશે ICU બેડ
અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યમાં 1,800 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલ છે, ત્યારે તેની સંખ્યામાં વધારો કરીને હવે 2,400 હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે, જ્યારે ઓક્સિજન બેડ 1,000થી વધારી 1,10,000 કરવામાં આવશે. ICU બેડ 1500થી વધારી 30,000 કરવામાં આવશે અને વેન્ટિલેટર 7,000થી વધારી 1,5000 કરવામાં આવશે. રાજ્યમાં બાળકો માટે પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બાળકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા છે. અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યું છે, આ 20 ટકા પ્રમાણે તમામ બેડના પ્રકારની વાત કરવામાં આવે તો ICUમાં 20 ટકા, ઓક્સિજન બેડમાં 20 ટકા અને સામાન્ય બેડમાં 20 ટકા બેડ સ્પેશિયલ બાળકો માટે વધારવામાં આવ્યા છે.
- રાજકોટ
રાજકોટમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમની પાસે અત્યારે અલગ અલગ જગ્યાએ કુલ 2 હજાર બેડ કોરોના માટે તૈયાર છે, જ્યારે આ તમામમાંથી 300 જેટલા બેડ આપણે બાળકો માટે રિઝર્વ રાખ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 840 જેટલા બેડ છે. તાજેતરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોર્ટેબલ હોસ્પિટલ (Portable hospital in Rajkot)નું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં પણ 100 બેડની વ્યવસ્થા છે. સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની તૈયારીઓ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 63 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ
બીજી લહેરમાં રાજ્યમાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ હતી. ત્યારે ત્રીજી લહેરમાં આવી સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 63 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે. આ સાથે જ 7 જેટલા અલગ-અલગ નાના-નાના ઓક્સિજન પ્લાન્ટ પણ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. સમરસ હોસ્ટેલમાં 20 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા 250 કરતા વધુ રાખવામાં આવી છે.
- સુરત
સુરતમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજન અને બેડની અછત ન સર્જાય (Surat Hospitals Oxygen bed and ICU) આ માટે પૂર્વ તૈયારીઓ મનપા દ્વારા કરવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,45,265 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. 4 જાન્યુઆરીના રોજ સુરતમાં કોરોનાના 415 કેસો સામે આવ્યા છે. સુરત મનપાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી વકરી રહી છે. સુરતમાં વધતા કોરોના કેસો અંગે, આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે પોઝિટિવ આવનાર કેસોમાં 70 ટકા કેસો એવા છે કે (Surat Omicron Update 2022) જેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે.
સિવિલ હોસ્પિટલમાં 3 લિક્વિડ ઓક્સિજન ટેન્ક