ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે તમામ સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ પણ ફાળવવામાં આવી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પમાં આવેલી યુ.એન.મહેતાની નવી બિલ્ડીંગ પણ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવશે.

Deputy Minister Nitin Patel
Deputy Minister Nitin Patel

By

Published : May 19, 2020, 7:06 PM IST

અમદાવાદઃ આરોગ્ય પ્રધાન અને રાજ્યના નાયબપ્રધાન નીતિન પટેલે આરોગ્ય સચિવ જયંતિ રવિ તથા યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેકટર સાથે યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગની મુલાકાત લીધી હતી જેમાં કોરોના માટે જે નવા વોર્ડ ફળવવાના છે તેની પણ મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાને વધતા જતા કેસ અને લોકડાઉનમાં આપેલ છૂટછાટના કારણે કદાચ કેસ વધી શકે છે, જેથી શહેરની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તો કોરોનાના દર્દીઓની સારવાર માટે ફાળવી છતાં જરૂર પડે તો 228 દર્દીઓ સારવાર મેળવી શકે તે માટે યુ.એન.મહેતા હોસ્પિટલનું નવું બિલ્ડીંગ પણ ફાળવવામાં આવ્યું છે.લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે, તેમ આંતર રાજ્ય પ્રવેશ માટે હવે કોઈ પાસની જરૂર નહીં પડે અને કન્ટેમનેટ વિસ્તારમાં કોઈ પણ બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે તથા અંદરથી કોઈને બહાર નીકળવા દેવામાં નહીં આવે.

ABOUT THE AUTHOR

...view details