ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા - undefined

મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિણર્ય
મોત અંગે ડેથ ઓડિટ કમિટી લેશે નિણર્ય

By

Published : May 12, 2021, 10:38 AM IST

Updated : May 12, 2021, 8:33 PM IST

20:32 May 12

સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કમર્ચારી મૃત્યુ થાય તો તેમને મળશે સહાય

મુખ્યપ્રધાને સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો,

સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે,

કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો

20:28 May 12

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયો મહત્વનો નિર્ણય

હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા, અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ કરી શકશે,

કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે

10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી

20:26 May 12

કોરોના અપડેટ જામનગર

કોરોના અપડેટ જામનગર

જિલ્લામાં આજે 511 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં 302 અને ગ્રામ્યમાં 206 કેસ

20:25 May 12

ગુજરાતમાં કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ

છેલ્લા 24 કલાકમાં 11,017 પોઝીટીવ કેસ નોંઘાયા

15,264 દર્દીઓ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 102 દર્દીના મોત નિપજ્યા

અમદાવાદમાં 2795, સુરતમાં 781, રાજકોટ 286 અને બરોડામાં 664 કેસ નોંઘાયા

16:59 May 12

1થી 15 તારીખ સુધીનું કોરોના મુક્ત ગામ અભિયાન લંબાવાયું

 ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છું. 1થી 15 તારીખ સુધીનું કોરોના મુક્ત ગામ અભિયાન લંબાવાયું છે. 20 તારીખ સુધી અભિયાન ચાલશે

16:19 May 12

બીજા તબક્કામાં જે મુશ્કેલીઓ પડી જેને ધ્યાનમાં લઈ આગોતરી તૈયારીઓ કરાઈ

બીજા તબક્કામાં જે મુશ્કેલીઓ પડી જેને ધ્યાનમાં લઈ આગોતરી કરી

348 CHC સેન્ટર છે ઓક્સિજન પ્લાન્ટની સર્વેની કામગીરી ઝડપથી થશે

16:16 May 12

ICU બેડમાં વધારો કરવામાં આવ્યોઃ કુમાર કાનાણી

આરોગ્ય પ્રધાને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે

ICU બેડ પહેલા 16 હજાર હતા હવે  અત્યારે 57 હજાર કર્યા, 

અક મહિનામાં 7 લાખથી વધુ ઇન્જેક્શન અપાયા છે. 

ગુજરાતમાં 175 જગ્યાએ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ

16:12 May 12

આરોગ્ય પ્રધાન કુમાણ કાનાણીની પત્રકાર પરિષદ

આરોગ્ય પ્રધાન કુમાણ કાનાણીની પત્રકાર પરિષદ

દર રોજ કોર કમિટીની બેઠક થઈ રહી છે. આપણે સંપૂર્ણ લોકડાઉન પહેલા તબક્કામાં કર્યુ હતુ બીજા તબક્કામાં સંર્પૂણ લોકડાઉન કરી શક્યા નથીઃ આરોગ્ય પ્રધાન

12:33 May 12

ખેડા જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ

  • ખેડા જિલ્લામાં વધી રહેલું કોરોના સંક્રમણ
  • જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધા અને કામગીરીની સમિક્ષા
  • ગામોના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓની પૂછપરછ કરાઈ

10:24 May 12

ગુજરાતમાં કોરોનાના નવા 11,017 કેસ નોંધાયા

  • મંગળવારે 57 દર્દી માંથી 8 દર્દીના કોરોનાથી મોત
Last Updated : May 12, 2021, 8:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details