અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 જેટલાકોરોના પોઝિટિવ કેસ (Corona In Gujarat) નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસ (Corona Cases In Ahmedabad)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં (Corona In Ahmedabad) 8,184 જેટલા કોરોના પોઝિટિવ કેસનોંધાયા છે. 2,635 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 05 જેટલા નોંધાયા છે. સુરતમાં 1,876 (Corona Cases In Surat), રાજકોટમાં 1,707 અને વડોદરામાં 2,823 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:Covid-19 Testing Vadodara: MS યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ, 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડન પોઝિટિવ