અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat)ની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની નવી SOP જાહેર (Corona Guidelines Gujarat) કરવામાં આવી છે, જેમાં રાજ્યના 08 મહાનગરમાં રાત્રી કર્ફ્યુ જાહેર (Night Curfew In Ahmedabad) કરવામાં આવ્યો છે. તેથી આ શહેરોમાં રાજ્યની ST નિગમની બસો પ્રવેશ કરી શકતી નથી. તેના માટે શહેરની બહાર પ્રવેશ રાખવામાં આવેલ છે.
બસો 75 ટકા કેપેસિટી સાથે ચલાવવાની મંજૂરી
નવી SOP પ્રમાણે રાજ્ય સરકારની જાહેર ટ્રાન્સપોર્ટેશન બસો (Public Transportation In Corona In Gujarat)માં પણ નવી નીતિ લાગુ પડી છે .હાલ રાજ્યમાં 6,500 જેટલી ST નિગમની બસો (ST Buses Gujarat) કાર્યરત છે. નવી SOP પ્રમાણે ST બસોને 75 ટકાની કેપેસિટીથી ચલાવવાની મંજૂરી મળી છે. જો કે પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી સ્ટેન્ડ પર ભીડ જોવા મળે છે. ઘણા પરપ્રાંતીઓ અને અન્ય જિલ્લાના લોકો જેઓ રાત્રીનો વ્યવસાય કરતા હોવાથી પોતાના વતન પરત ફરવા લાગ્યા છે. તેના કારણે પણ ST સ્ટેન્ડ પર ભીડ જોવા મળી રહી છે.