- વડોદરા કોર્પોરેશનમાં સૌથી વધુ 13 કેસો નોંધાયા
- ઓમિક્રોનના ભય વચ્ચે શંકાસ્પદ કેસો વધી રહ્યા છે
- હજુ પણ રાજ્યમાં 555 એક્ટિવ કેસ
ગાંધીનગર: ઓમિક્રોનના (omicron in gujarat) કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે. ઓમિક્રોનના શંકાસ્પદ કેસો અમદાવાદ, આણંદ તેમજ અન્ય શહેરોમાં જોવા મળતા કેસો વધવાની શક્યતા પણ છે. ઓમિક્રોનના કેસો (omicron cases in gujarat)ની સંખ્યા ધીમી ગતિએ સામે આવી રહી છે. દિવાળી બાદ ડિસેમ્બર મહિનામાં કોરોનાનો ખતરો વધ્યો છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
ગત અઠવાડિયામાં કોરોનાના 70થી વધુ કેસો (corona cases in gujarat) આવ્યા હતા, ત્યારે છેલ્લા 2 દિવસમાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 15 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ (corona cases in ahmedabad)માં 08, સુરત (corona cases in surat) કોર્પોરેશનમાં 06, જામનગર કોર્પોરેશનમાં 02, વડોદરા કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 07 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે. રાજ્યમાં હજુ પણ એક્ટિવ કેસો 550થી વધુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નહોતું.
3,31,226 નાગરિકોને વેક્સિન આપવામાં આવી