ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે આવી ખુશખબર, જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલે શું કહ્યું? - ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યુ

ગુજરાતમાં વધતા કોરોના કેસો (Corona Cases In Gujarat)ને લઈ સરકારનું આરોગ્ય વિભાગ (Health Department Gujarat) સક્રિય થયું છે. બીજી તરફ ટાસ્કફોર્સના સભ્ય ડૉ.અતુલ પટેલે Etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ જે દર્દીમાં થાય તેના પણ બેનિફિટ રહેલા છે. ગુજરાતમાં હાલ વીકએન્ડ કર્ફ્યુની કોઈ જરૂર નથી.

Corona In Gujarat: રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે આવી ખુશખબર, જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલે શું કહ્યું?
Corona In Gujarat: રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે આવી ખુશખબર, જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલે શું કહ્યું?

By

Published : Jan 19, 2022, 8:37 PM IST

Updated : Jan 20, 2022, 8:55 AM IST

સવાલ - ગુજરાત રાજ્યમાં ત્રીજી લહેર આવી ગઈ છે શું કહેશો?

જવાબ - ગુજરાત રાજ્યમાં જે પ્રકારના કોરોનાના કેસો (Corona Cases In Gujarat)માં વધારો થઈ રહ્યો છે તેમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસો (Omicron Cases In Gujarat) છે. આખા વિશ્વમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમાં ઓમિક્રોનના કારણે વધી રહ્યા છે. ઓમિક્રોન (Omicron In Gujarat)ની ફેલાવવાની ક્ષમતા ખુબજ છે, જેના કારણે તે ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેથી કેસો વધી આવી રહ્યા છે.

Corona In Gujarat: રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે આવી ખુશખબર, જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલે શું કહ્યું?

સવાલ - કેસો વધવા પાછળ મુખ્ય કારણ શું હશે? કોઈ બેદરકારી?

જવાબ - ઓમિક્રોન વાયરસની કેપેબિલિટી ટ્રાન્સમિશન ખુબ જ છે, જેથી એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિને ઝડપથી સંક્રમિત કરે છે. તો બીજી તરફ ઓમિક્રોન ગળાના ભાગમાં, શ્વાસનળી અને ખાંસીના કારણે તે અન્ય લોકોમાં જલ્દી પ્રસરી જાય છે, જે કોરોના ફેલાવવાનું મોટું કારણ હોઈ શકે છે.

સવાલ - કોરોના કેસો વધુ આવી રહ્યા છે, પરંતુ હોસ્પિટલાઈઝેશન ખુબ જ ઓછું છે?

જવાબ - મુખ્ય 2 કારણો રહેલા છે, જેના કારણે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, પરંતુ હોસ્પિટલાઈઝેશન ખુબ જ ઓછું છે. એક તો ઓમિક્રોનના લક્ષણો (Symptoms of Omicron Variant) હાલ માઈલ્ડ છે. સાઉથ આફ્રિકા, અમેરિકા અને ભારતમાં જે પરીક્ષણ થયું છે તેમાં હાલ ઓમિક્રોનના કારણે સંક્રમિત થયેલા વ્યક્તિને સામાન્ય લક્ષણો રહેતા હોય છે. ગળામાં દુ:ખાવો થવો, શરદી ખાંસી, અને એક-બે દિવસ સામાન્ય તાવ રહેતો હોય છે, પરંતુ ત્યારબાદ દર્દી રિકવર થઈ જાય છે જેથી તેને હોસ્પિટલમાં જવાની જરૂર પડતી નથી, તો બીજી તરફ ભારતમાં વેક્સિનેશન (Vaccination In India) ખુબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ભારતમાં મોટાભાગના તમામ લોકોએ બન્ને ડોઝ લઈ લીધા છે. જેના કારણે ઓમિક્રોન અથવા કોરોનાનો અન્ય વેરિયન્ટ થશે તો તે માઈલ્ડ રહેશે જેથી હોસ્પિટલમાં સારવાર લેવા જવાની જરૂર નહીં પડે, જેના કારણે હોસ્પિટલાઈઝેશન ખૂબ જ ઓછી છે.

આ પણ વાંચો:રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

સવાલ - ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટમાં તફાવત શું છે અને ક્યાં પ્રકારની દવા લેવી જોઈએ?

જવાબ - કોરોનાના બંને વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant In Gujarat) યુવાનો સહિત તમામ લોકોમાં જોવા મળતો હતો, જેઓએ હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું, જેમાં ICU ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરમાં પણ દાખલ થયા હતા, જેથી ડેલ્ટા શરીરના અવયવોને પણ નુકસાન કરતો હતો, જ્યારે ઓમિક્રોન પર અત્યાર સુધીમાં જે અભ્યાસ થયો છે તેના પ્રમાણે ઓર્ગન અથવા અન્ય અવયવોને નુકસાન કરતો નથી, જે માત્ર ગળાના નીચેના ભાગ સુધી જઈ શકે છે, જેથી ઓમિક્રોન શરીર માટે ઘાતક નથી, પરંતુ જેમણે વેક્સિન લીધી નથી તેમના માટે ઘાતક બને છે. ઓમિક્રોન ખુબ જ ઝડપી પ્રસરી રહ્યો છે, ત્યારે સારવારની વાત છે તો યુનિવર્સલ ગાઈડલાઈન પ્રમાણે સારવાર થઈ રહી છે. હાઇરિક્સવાળા દર્દીને એન્ટિબાયોટિક આપવાની જરૂર રહેલી હોય છે. બાકી સામાન્ય લક્ષણોમાં પેરાસીટમોલ રહેલી છે.

સવાલ - ગુજરાતમાં વધતા જતા કેસો વચ્ચે નિયંત્રણ હજુ કડક કરવા જોઈએ?

જવાબ - ગઈકાલે સરકાર અને ટાસ્કફોર્સ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં સોશિયલ ગેધરિંગને કેવી રીતે રોકવું તેને લઈ સૂચન કરવામાં આવ્યું છે. સરકારે પણ તૈયારી શરૂ કરી છે કે, ગેધરિંગને કેવી રીતે રોકી શકાય, સામાન્ય લોકોને જાણકારી મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ લોકો પણ બેદરકાર જોવા મળતા હોય છે, માસ્ક વ્યવસ્થિત ન પહેરતા હોય છે. જેને લઈ તમામ પ્રકારના સૂચન સરકારને ટાસ્કફોર્સ દ્વારા આપવામાં આવ્યા છે, જેની પર સરકાર (Corona Guidelines In Gujarat) કામ કરી રહી છે.

સવાલ - ટાસ્કફોર્સના સભ્ય તરીકે શું સૂચન કરશો પ્રજાને?

જવાબ - ગુજરાતના જવાબદાર નાગરિક તરીકે તેઓએ 3થી 4 વસ્તુનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, જેમાં વ્યવસ્થિત રીતે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, લગ્ન પ્રસંગમાં તમામ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, હેન્ડ સેનિટાઇઝેશન કરવું જોઈએ અને જો તમે વેક્સિન નથી લીધી તો તેને પ્લીઝ પ્લીઝ તરત લઈ લેવી જોઈએ છે.

સવાલ - વીકએન્ડ કર્ફ્યુની જરૂર ટાસ્કફોર્સને લાગી રહી છે?

જવાબ - હાલના સંજોગોમાં વીકેન્ડ કર્ફ્યુ (Weekend Curfew In Gujarat)ની જરૂર લાગી રહી નથી. હાલ ઇન્ફેક્શન એકબીજામાં ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે, પરંતુ 5થી 7 દિવસોમાં તેમાં રિકવરી આવી જાય છે, પરંતુ તેનો બેનિફિટ જોઈએ તો ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ રિકવરી બાદ એન્ટીબોડી વ્યક્તિમાં ખુબ જ સારું ડેવલપમેન્ટ થાય છે, જે સાઉથ આફ્રિકામાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. એન્ટીબોડી પ્રોડક્શન ઓમિક્રોનને 15 વખત ન્યુટ્રલાઈશ કરી દે છે, જેથી વ્યક્તિને બીજી વખત ઓમિક્રોન નહીં થાય અને જો દર્દી ઓમિક્રોન સંક્રમિત થઈને આવ્યો હતો તો તે ડેલ્ટાને પણ ન્યુટ્રલાઈશ કરી દેશે, જેથી ડેલ્ટા વેરિયન્ટ પણ તેને નહીં થઈ શકે, જેથી અમેરિકામાં પહેલી ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ હતો, બાકી તમામ દર્દીઓ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા હતા. જ્યારે પહેલી ડિસેમ્બરે 1.50 લાખ કેસો ડેલ્ટાના અને આજે અમેરિકામાં મોટાભાગના કેસો ઓમિક્રોનના કેસો છે. જેથી આ ઇન ડાયરેક્ટર બેનિફિટ છે, એટલે ઓમિક્રોનથી તમને જો માઈલ્ડ લક્ષણો થયા અને થોડા દિવસોમાં રિકવર પણ થઈ ગયા છો, જેથી શરીરમાં જે પણ એન્ટીબોડી બનશે તે ઓમિક્રોન અને ડેલ્ટા બન્નેને ન્યુટ્રલાઈશ કરી નાંખશે, જેથી મને લાગે છે કે આ પેન્ડેમિકની પીક જરૂર લેશે, પરંતુ તરત તે ડાઉન પણ આવી જશે. ડેલ્ટા શરીરને નુકશાન કરતો હતો, જેથી ડેલ્ટા વેરિયન્ટ ડાઉન થઈ રહ્યો છે તે આપણા માટે સારી બાબત છે.

સવાલ - વીકએન્ડ કર્ફ્યુની હાલ જરૂર નથી?

જવાબ - હાલ કોઈ જરૂર નથી, પરંતુ તમે સોશિયલ ગેધરિંગને અને મેળાવડા કરશો જેમાં બેદરકારી રાખશો તો પછી ફોર્સફૂલી તમને આઇસોલેટ કરવા પડશે.

આ પણ વાંચો:MP Poonam Madam Covid Positive : સાંસદે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સૌને જાણ કરી, હાલ તબિયત કેવી જાણો

Last Updated : Jan 20, 2022, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details