અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજ્યની સ્કૂલોમાં પણ કોરોનાના કેસો (Corona Cases in Gujarat Schools) સામે આવી રહ્યા છે. સ્કૂલમાં ભણતા બાળકોમાં પણકોરોના સંક્રમણ (Corona In Children In Gujarat) જોવા મળ્યું છે. સી.એન. વિદ્યાલય 1 (Corona In CN Vidyalaya Ahmedabad) અને સંત કબીર સ્કૂલમાં કોરોનાના નવા 2 કેસ (Corona Cases In Sant Kabir School Ahmedabad) નોંધાયા છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોના કેસનો આંકડો 15 સુધી (Corona In Ahmedabad Schools) પહોંચ્યો છે.
2 સ્કૂલોમાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા
સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલું છે જેથી મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે છે. એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, જેમાં સ્કૂલોમાં પણ કેસ ખૂબ જ ગતિથી વધી રહ્યા છે. શહેરની 2 સ્કૂલમાં નવા 3 કેસ સામે આવ્યા છે, જે સાથે સ્કૂલોના વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસનો આંકડો 15 સુધી પહોંચ્યો છે.