અમદાવાદઃ શહેરની સ્કૂલોમાં (Corona in Ahmedabad Schools) ફરી કોરોના વાઈરસની એન્ટ્રી (Corona Entry in Ahmedabad Schools) થઈ છે. સુરત પછી અમદાવાદમાં પણ હવે વિદ્યાર્થીઓ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, છારોડીની નિરમા વિદ્યા વિહાર (Corona Case in Nirma Vidya Vihar) અને ઉદગમ સ્કૂલના વિદ્યાર્થી (Corona Case in Udgam School) કોરોના સંક્રમિત થયા છે. નિરમા વિદ્યા વિહાર સ્કૂલના ધોરણ 5, 9 અને 11ના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ધોરણ 9 અને 11ના બંને વિદ્યાર્થીઓ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. તો ઉદગમ સ્કૂલમાં પણ ધોરણ- 2ની એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બંને શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે આ પણ વાંચો-Covid-19 in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,145 નવા કેસ, 289નાં મૃત્યું નોંધાયા
ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે
અમદાવાદની સ્કૂલોમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા DEOએ આ બંને સ્કૂલોને એક અઠવાડિયા સુધી બંધ કરવાના આદેશ (Order to close the school) આપ્યા છે. ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. DEO કચેરીએથી આપવામાં આવેલા આદેશ અનુસાર, આ બંને શાળામાં 28 ડિસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદની આ બે સ્કૂલોમાં કોરોના પોઝિટિવ આવેલા આ ચારેય વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. તકેદારીના ભાગરૂપે નિરમાં વિદ્યા વિહાર સ્કૂલને સેનિટાઈઝ કરવામાં આવી છે.
આ પણ વાંચો-Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 60 કેસ, એક દર્દીનું મૃત્યુ, 58 લોકોને ડિસ્ચાર્જ કરાયા
સુરત બાદ અમદાવાદની શાળાઓમાં કોરોનાની રિ-એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, સુરત બાદ હવે અમદાવાદમાં પણ કોરોના વાઈરસની ફરી વાર એન્ટ્રી થઈ છે. સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ મામલે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.