અમદાવાદ: કોરોના (Corona In Ahmedabad) મુદ્દે રિવરફ્રન્ટ હાઉસ ખાતે કમિશ્નર અને અન્ય અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી, જેમાં મનપા કમિશ્નર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. કમિશ્નર લોચન શહેરા દ્વારા જણાવવામાં આવ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં 10 ગણા કેસ (Corona cases in Ahmedabad) વધી ગયા છે. તેની સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન (Micro contenment zone in Ahmedabad) પણ વધ્યા છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ 5,634 (Active Corona Cases In Ahmedabad)છે, જેમાંથી 134 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે.
માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણો
અમદાવાદ શહેરમાં હાલ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે ડ્રાઇવ (Social Distancing Drive In Ahmedabad) ચાલું કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન 100થી વધુ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં નિયમ (Corona Guidelines Ahmedabad) ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. AMTS-BRTS 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે (AMTS-BRTS Bus In Ahmedabad) તેમજ ફ્લાવર શો (Ahmedabad Flower Show 2022) પણ રદ કરવામાં આવ્યો છે.
શહેરમાં હજુ વધુ નિયંત્રણ લાદવામાં આવશે
AMC કમિશ્નર લોચન શહેરાએ કહ્યું હતું કે, ઓક્સિજન બેડ (Oxygen Beds In Ahmedabad) સાથેની તમામ તૈયારીઓ છે. જાહેર જગ્યાઓ પર નિયંત્રણ લાદવા મામલે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. તો બીજી લહેરમાં 450 હોસ્પિટલ (Covid Hospitals In Ahmedabad) ડેજિગ્નેટેડ કરવામાં આવી હતી. હાલ 50 હોસ્પિટલમાં 4 હજાર બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જરૂરિયાત વધશે તેમ હોસ્પિટલ સાથે સંકલન કરી બેડ વધારવામાં આવશે. AMC હોસ્પિટલમાં 2,805 બેડ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:Corona Preparation In Gujarat: ગુજરાતના આ 4 જિલ્લાઓમાં બેકાબૂ કોરોનાને કાબૂમાં કરવા જાણો કેવી છે તૈયારી
AMCએ હોસ્પિટલમાં પણ ગોઠવી વ્યવસ્થા
જાહેર જગ્યાઓ પર નિયંત્રણ લાદવા મામલે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. કોરોના સંક્રમણ અને ઓમિક્રોન (Omicron In Ahmedabad) સામે લડવા તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટી (AMC Health Committee) દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને ડેઝિગ્નેટ હોસ્પિટલમાં દર્દી આવે તો સારી સારવાર મળે તે માટેની તૈયારીઓ અને બેડ ઊભા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તૈયારીની વાત કરીએ તો SVP હોસ્પિટલ (SVP Hospital Ahmedabad), શારદાબેન હોસ્પિટલ (Shardaben Hospital Ahmedabad)માં ICU અને ઓક્સિજન બેડ ફાળવી દેવામાં આવ્યા છે, જેમાં SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે. LG હોસ્પિટલમાં 140 ICU બેડ અને 70 ઓક્સિજન બેડ રાખવામાં આવ્યા છે. 35,000 રેમડેસીવિર ઇન્જેક્શન સ્ટોકમાં છે. સાથે જ RTPCRની 12 હજાર અને રેપિડ એન્ટિજનની 3 લાખ કિટો કોર્પોરેશન પાસે સ્ટોકમાં છે.
શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા થયો વધારો
કમિશ્નરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, OPD સારવાર આપવા ધન્વંતરી રથ (Dhanvantri Rath Ahmedabad) પહેલાની જેમ જ ચાલું કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 97 ટકા દર્દીઓ હોમ ક્વોરન્ટાઈનમાં છે, જેમની OPD સારવાર આ રથ દ્વારા કરવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલા દરરોજ 6 હજાર ટેસ્ટ થતા હતા, જે હવે વધારીને ટેસ્ટિંગની સંખ્યા 14 હજાર કરવામાં આવી છે, જેની માટે જરૂરિયાત કીટો પણ પુરતી સંખ્યામાં AMC પાસે છે.
આ પણ વાંચો:Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં નવા 3,350 પોઝિટિવ કેસ નોંધાયા