ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ: ગત ચોવીસ કલાકમાં 31 મોત સાથે સૌથી વધુ 438 નવા કેસ, માત્ર અમદાવાદમાં જ 299 કેસ - ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા

રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધુ 438 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદમાં જ 299 કેસ નોંધાયા છે.

corona-Gujarat-update
રાજ્યમાં કોરોના વિસ્ફોટ

By

Published : May 31, 2020, 10:31 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધુ 438 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદમાં જ 299 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 31 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરના વાઇરસના કુલ 16382 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 689 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ

સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 299, સુરત 55, વડોદરામાં 34, ગાંધીનગર 13, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા, રાજકોટ, વલસાડ 4-4, પંચમહાલ, ખેડા 3-3, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠા 2-2, અરવલ્લી, પાટણ, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, અમરેલી 1-1, જ્યારે અન્ય રાજ્યના બે કેસ નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 16382 પર પહોંચ્યો છે, જેમાં માત્ર અમદાવાદના જ 11896 કેસ થયાં છે.

ABOUT THE AUTHOR

...view details