ગુજરાત

gujarat

ETV Bharat / city

COVID-19: રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 563 નવા કેસ, સુરતમાં સતત બીજા દિવસે 132 કેસ - સુરતમાં કોરોના વિસ્ફ્ટ

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 563 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 21 દર્દીનાં મોત થયા છે.

corona gujarat update, gujarat corona case
ગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં રેકોર્ડબ્રેક 563 નવા કેસ, સુરતમાં સતત બીજા દિવસે 132 કેસ

By

Published : Jun 22, 2020, 8:48 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 563 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 21 દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં કુલ 27880 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 560 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. ગુજરાત કોરોના વાયરસના કેસમાં મહારાષ્ટ્રથી બીજા નંબરે છે. જ્યારે રાજ્ય 30 હજાર આંકડા તરફ આગળ વધી રહ્યુ છે.

ગુજરાતમાં કોરોનાઃ 24 કલાકમાં રેકોર્ડબ્રેક 563 નવા કેસ, સુરતમાં સતત બીજા દિવસે 132 કેસ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314, સુરત 132, વડોદરામાં 44, ગાંધીનગર, જૂનાગઢ, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મહેસાણા 4, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહીસાગર 2, સાબરકાંઠા 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, વલસાડ 2, અમરેલી 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, પંચમહાલ 1, કચ્છ 1, સુરેન્દ્રનગર 1 અને નવસારી 1 કેસ સામે આવ્યો છે.

હાલ 67 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1685 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 19151 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વિસ્ફ્ટ થયો છે. સુરતમાં સતત બીજા દિવસે 24 કલાકમાં 132 કેસ સામે આવ્યાં છે. હવે અમદાવાદની પાછળ-પાછળ સુરત પણ જઈ રહ્યું છે. અમદાવાદમાં રોજ એવરેજ 300 કેસ આવી રહ્યાં છે, ત્યારે છેલ્લા બે દિવસથી સુરતમાં અમદાવાદ કરતા અડધા કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતના મહાનગરોમાં કોરોના કેસનો વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details