ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઇફેક્ટ : ગુજરાત હાઇકોર્ટનો ધ્વજવંદન કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે - ગુજરાત હાઈકોર્ટ

દર વર્ષે ધામધૂમથી ઉજવાતાં 15મી ઓગસ્ટના કાર્યક્રમને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે મર્યાદિત કરવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને અન્ય બે સિનિયર જજ હાઈકોર્ટ પરિસરમાં ધ્વજ ફરકાવશે. અન્ય લોકો માટે કાર્યક્રમ નિહાળવા માટે લાઈવ સ્ટ્રીમિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના : ગુજરાત હાઇકોર્ટનો ધ્વજવંદન કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે
કોરોના : ગુજરાત હાઇકોર્ટનો ધ્વજવંદન કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે

By

Published : Aug 12, 2020, 4:32 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને લીધે 15મી ઓગસ્ટના કાર્યક્રમને મર્યાદિત કરવાનો નિણર્ય કર્યો છે. કોર્ટના તમામ સ્ટાફ, વકીલો અને અન્ય જજ વીડિયો લાઈવ સ્ટ્રીમિંગથી કાર્યક્રમ નિહાળી શકશે. ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના : ગુજરાત હાઇકોર્ટનો ધ્વજવંદન કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે
ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર એક લિન્ક આપવામાં આવશે જેમાંથી લાઈવ કાર્યક્રમ નિહાળી શકશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથે દેશવાસીઓને સ્વાતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. નોંધનીય છે કે પાછલાં કેટલાક મહિનાઓથી જજ પોતાના ઘરેથી સુનાવણી કરી રહ્યાં છે.
કોરોના : ગુજરાત હાઇકોર્ટનો ધ્વજવંદન કાર્યક્રમ લાઈવ નિહાળી શકાશે
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૫મી ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં તમામ જજ, વકીલો, કોર્ટના અધિકારીઓ એકત્ર થઈ ધ્વજ વંદન કરે છે. જોકે આ પહેલી વખતે કોરોનાને લીધે એવું કરવામાં નહીં આવે.

ABOUT THE AUTHOR

...view details