ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી

કોરોનાએ આરોગ્યની સાથોસાથ પારિવારિક શાંતિ પણ છીનવી લીધી છે. અમદાવાદ ફેમિલી કોર્ટમાં વધતા તલાકના કેસના આંકડાઓ આ વાતની સાબિતી પૂરી પાડી રહ્યાં છે. કોરોનાના કારણે લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. પરિણામે માનસિક ચિંતાની અસર પારિવારિક સુખચેન ઉપર પડી છે. ફેમિલી કોર્ટના એડવોકેટ સોનલ જોશીનું કહેવું છે કે ગુજરાતભરમાં છૂટાછેડા માટે સરેરાશ 10,000 જેટલા કેસ દર મહિને નોંધાતા હોય છે. પરંતુ હાલના સમયમાં આ સંખ્યા વધી છે.

કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી
કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી

By

Published : Jun 2, 2021, 6:59 PM IST

  • કોરોના આરોગ્યની સાથોસાથ પારિવારિક શાંતિ ઉપર પણ ઊંડી અસર કરી
  • ફેમિલી કોર્ટમાં તલાક માટેનો બેકલોગ વધ્યો
  • નાની-નાની વાતોમાં પણ તલાક લેવાના કેસો વધ્યાં
  • શું કહે છે એડવોકેટ સોનલ જોશી?

    અમદાવાદઃ અમદાવાદ ફેમિલી કોર્ટમાં એડવોકેટ તરીકે સેવા આપતા સોનલ જોશીનું કહેવું છે કે હાલના સમયમાં લોકોમાં સહનશીલતા ઓછી થઈ ગઈ છે. લોકો નાની નાની વાતોમાં પણ છૂટાં પડવાનો લેવાનો નિર્ણય કરી લે છે. અગાઉ ગુજરાતભરમાં દસથી બાર હજાર એક મહિનામાં કેસ નોંધાતા હતા પરંતુ હવે જે પ્રકારના કેસ આવે છે તેમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનો પ્રમાણ વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે મારું માનવું છે કે આ બધા વિષયને લઇ કોર્ટમાં જ્યારે પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવશે ત્યારે કેસોની સંખ્યા ખૂબ જ વધી જશે.
    કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી


    આ પણ વાંચોઃ કોલેજ સ્ટુડન્ટ્સ દ્વારા નાગરિકોને વેક્સીનેશન સ્લોટ બૂક કરાવવા મદદ કરવામાં આવી

    લોકો બહાર જઈને કોઈને મળી શકતાં નથી તેથી પારિવારિક કલેશ વધ્યો


    કોરોના પહેલાંના સમયગાળા કરતાં હાલના સમયમાં પારિવારિક કલેશના કિસ્સાઓમાં વધારો થવાનું એક મુખ્ય કારણ લોકો બહાર જઈ ફરી શકતાં નથી તે છે. પતિપત્ની વચ્ચે સાયકોલોજીકલ ઇસ્યુઝ પણ વધ્યા છે. આ સાથે આર્થિક સમસ્યા પણ આ પાછળ જવાબદાર છે. કોરોના પહેલાં ઘણા બધા લોકોના બેંકના હપ્તાઓનો ખર્ચ ચાલતો હોય પણ હવે જ્યારે નોકરી ધંધા ઠપ છે ત્યારે તેની ચિંતા કુટુંબી સ્નેહની વચ્ચે આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details