અમદાવાદ: કોરોનાના કેસ દિવસેને દિવસે બમણા થઈ રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા નવિ ગાઈડ-લાઈન આવી કે લગ્ન પ્રસંગમા માત્ર 150 લોકોને મંજૂરી મળશે તેની અસર (Corona Effect on Indian Railway) રેલ વિભાગમાં પણ જોવા મળી છે. જેમા 15 દિવસમા જ 20 ટકા કેન્સલેશન વધિ (railways ticket cancelation increase ) ગયુ છે. તો બીજી તરફ રેલ વિભાગ દ્વારા લોકો પાસેથી જે ટિકિટના રૂપિયા લિધા હતા, તેમાથી 15 દિવસમા જ 15 કરોડ કરતા વધારે રૂપિયા રીફંડ કરી દેવામાં આવ્યા છે, તેવામાં હાલ ટ્રેનોમા વેટીંગ લિસ્ટ પણ ઘટ્યુ છે.
મુસાફરો કેન્સલ કરાવી રહ્યા
સામાન્ય દિવસો કરતા પણ સરળતાથી મુસાફરો ટ્રેનની ટિકીટ બુક કરાવી કંફર્મ કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેમા ઓનલાઈન બુકિંગ હોય વિન્ડો બુકિંગ હોય તે તમામ ટિકિટો અત્યારે મુસાફરો કેન્સલ કરાવી રહ્યા છે. રેલવે દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન (Corona guideline in railway) કરવામાં આવે છે, ત્યારે હવે લોકોમાં એક ડર ઘુસી ગયો છે. કોરોનાના ડરના કારણે મુસાફરોએ રેલવેમાં મુસાફરી કરવાનું ટાળ્યું છે.