- તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
- ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ઘટને લઇને લેવાયો નિર્ણય
- રાજયની તમામ સરકારી હોસ્પિટલોંમાં બેડની સંખ્યા થઇ ફૂલ
અમદાવાદઃ ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને GMERS મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ કર્યો છે.
ડૉક્ટર્સને હાજર થવા કરવામાં આવ્યો હુકમ
રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની GMERS મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો