અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા (Corona Condition in Gujarat) ઘટી છે, પરંતુ સમગ્ર દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ નિષ્ણાતોએ પણ કોરોનાની ચોથી લહેર જૂન મહિનામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી હતી. નિષ્ણાતોના મતે, ચોથી લહેરની (Forth Wave of Corona) અસર ઓક્ટોબર મહિના સુધી રહેશે. IIT કાનપુર સહિત અન્ય તમામ નિષ્ણાતોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે નિષ્ણાતોના રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી હતી. તેમણે હતું કે, ચોથી લહેરમાં (Forth Wave of Corona) ઓમિક્રોન વેરિઅન્ટ BA.2થી કોરોનાનો પ્રકોપ જોવા મળશે. સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર અહેવાલ જાહેર કરશે.
આ પણ વાંચો-નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની કરી આગાહી, આ સમયગાળા દરમિયાન આવશે ચોથી લહેર
વડાપ્રધાન સાથેની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત -વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મુલાકાત (PM Modi meeting with all CMs) કરશે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. સાથે જ આ બેઠકમાં વડાપ્રધાન કોરોનાની સ્થિતિ અંગેની (PM will review Corona's condition) સમીક્ષા કરશે.
આ પણ વાંચો-Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ -છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ (Corona Condition in Gujarat) નોંધાયા હતા. જ્યારે 13 દર્દી સાજા થયા હતા. અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસ 99 છે. જોકે, સારી વાત એ છે કે, એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. એટલે અમદાવાદ માટે ચિંતાની વાત કહી શકાય. બીજી તરફ રાજ્યમાં કોરોનાની વેક્સિનના અત્યાર સુધી 10,74,09,720 ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ અત્યારે 99.10 ટકા છે.