અમદાવાદઃ રાજ્યમાં ફેલાયેલા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં પ્રવેશના વિવિધ માર્ગો પર આવતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવા માટે કોર્પોરેશનની ટીમો દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં પાંચ દિવસથી ધોળકા તરફથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુસાફરોના સઘન ચેકિંગ કરવા માટે બાકરોલ ચેક પોઇન્ટ ખાતે કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ કોરોના વાઈરસના કેસોને અટકાવવા બાકરોલ પાસે બનાવવામાં આવી કોરોના ચેક પોસ્ટ - અમદાવાદ શહેરમાં પ્રવેશતા મુસાફરો
કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંલગ્ન સાથે મળી બાકરોલ પાસે કોરોના ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં આવતા તમામ વાહનનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ કોરોના વાઈરસના કેસોને અટકાવવા બાકરોલ પાસે બનાવવામાં આવી કોરોના ચેક પોસ્ટ
જે અંતર્ગત સોમવારના રોજ 13 એસ.ટી. બસ અને 13 ખાનગી કાર સહિત કુલ 30 વાહનોના મુસાફરોનું ટેસ્ટીંગ કરીને કુલ 294 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ જણાયો હતો. રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા આ ચેક પોઇંટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા મુસાફરને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવી રહ્યા છે.