- અમદાવાદમાં કોરોનાના નવા 1,296 કેસ નોંધાયા
- કોરોનાના 1,533 લોકો ડિસ્ચાર્જ
- કોરોનાના લીધે 10નાં મોત
- સતત બીજા દિવસે એક પણ નવો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં
- અન્ય 5 ઝોન દુર કરાયા
અમદાવાદ:જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. જો કે શહેરમાં હવે કોરોના નબળો પડ્યો હોય તેમ લાગી રહ્યું છે અને સતત કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 75 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે જોધપુર, ચાંદલોડિયા, પાલડી અને ગોતામાં 39 મકાનોના 159 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. આજે શહેરમાં 5 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યાં છે. હવે શહેરમાં 43 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા, આરોગ્ય વિભાગની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને કરી જાહેરાત
શહેર અને જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3,254 થયો