ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોના વિસ્કોટઃ 24 કલાકમાં 49ના મોત, 441 નવા કેસ, સ્થિતિ બેકાબૂ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. કોરોનાના કેસ કાબૂમાં થઈ રહ્યાં છે. દિવસે દિવસે વધી રહેલો મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બની ગયો છે. આજે છેલ્લાં 24 કલાક દરમિયાન ગુજરાતમાં નવા વધુ 441 કેસ નોંધાયા છે, તો અમદાવાદમાં સૌથી વધુ 349 કેસ નોંધાયાં છે. ગુજરાતમાં અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. જેમાં સૌથી વધુ મોત આજે 49 અને કેસ પણ 441 નોંધાયાં છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસનો વિસ્ફોટ, અમદાવાદમાં 441, રાજ્યના 6245 કેસ, સ્થિતિ બેકાબૂ
છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસનો વિસ્ફોટ, અમદાવાદમાં 441, રાજ્યના 6245 કેસ, સ્થિતિ બેકાબૂ

By

Published : May 5, 2020, 9:15 PM IST

ગાંધીનગરઃ અમદાવાદમાં 39 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે અમદાવાદમાં આઇએએસ રાજીવ ગુપ્તાને દેખરેખ રાખવા માટેની નિમણૂક પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપી હતી.

ડો. જયંતી રવિએ જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 441 કેસ નોંધાયાં છે. સાંજ સુધીમાં 24 કલાક દરમિયાન સૂરતમાં 17, વડોદરામાં 20, ગાંધીનગરમાં 2, બનાસકાંઠા 10, મહીસાગર 4, ભાવનગરમાં 2, મહેસાણામાં 10 કેસ નોંધાયા છે. આજે 49 લોકોના મૃત્યુ થયાં છે. 4467 લોકો હાલ સારવાર હેઠળ છે અને 29 લોકો વેન્ટિલેટર હેઠળ છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસનો વિસ્ફોટ, અમદાવાદમાં 441, રાજ્યના 6245 કેસ, સ્થિતિ બેકાબૂ

બીજી તરફ 186 લોકો સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 6245 થયો છે. જ્યારે સૌથી વધુ કેસ ધરાવતાં અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4425 થયો છે.

અત્યાર સુધીનો અમદાવાદમાં કોરોના કેસનો સૌથી મોટો વિસ્ફોટ છે. દિવસે દિવસે લૉકડાઉનના દિવસો ટૂંકા થતાં જાય છે. પોલીસ વિભાગ દ્વારા કડકાઈ રાખવામાં આવી રહી છે, તેમ છતાં રાજ્યમાં કેસનો ઘટાડો થતો જોવા મળતો નથી.

ABOUT THE AUTHOR

...view details