ગુજરાત

gujarat

ETV Bharat / city

Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે ! - Jagannath Rathyatra 2022

રાજ્યમાં કોરોનાના (Corona Case in Gujarat) કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં નિકળનારી (Jagannath Rathyatra 2022) રથયાત્રાને લઈને તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય તંત્રએ રથયાત્રાને લઈને (Corona Guideline in Jagannathji Rathyatra) લોકો ગાઈડલાઈનનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે.

Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નકર ભોગવવું પડશે !
Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નકર ભોગવવું પડશે !

By

Published : Jun 30, 2022, 4:27 PM IST

Updated : Jun 30, 2022, 7:52 PM IST

અમદાવાદ :રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે રાજ્યમાં રથયાત્રા (Jagannath Rathyatra 2022) યોજાશે જેમાં લાખો લોકો ભાગ લેશે જે અનુસંધાનમાં કોવિડનું સંક્રમણ (Ahmedabad Jagannathji Rathyatra) વધવાની શકયતા પણ રહેતી હોય છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે લોકોને રથયાત્રામાં કોવિડના (Corona Case Update) નિયમોનું પાલન કરવા સલાહ આપી છે.

શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નકર ભોગવવું પડશે !

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022: લોકગાયિકાએ દર્શન પછી સંભળાવ્યું વિશેષ ગીત

"રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ વધ્યુ" -કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યના શહેરી વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે સૂચના અપાઈ છે. રથયાત્રામાં કોરોના (Corona Case in Gujarat) ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ગૃહ વિભાગ સાથે સંકલન કરાયુ છે. રથયાત્રામાં લોકો માસ્ક ફરજિયાત પહેરે એવી અપીલ કરાઈ છે. રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગૃહ વિભાગ કામગીરી કરશે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Jagannath Rathyatra 2022 : જગન્નાથજીની રથયાત્રાને લઈને કરવામાં આવી અપીલ, આ રાખવી પડશે તકેદારી

કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ લેવા અપીલ -મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને એક લાખ જેટલા વેન્ટિલેટર બેડની સુવિધા ઉભી કરી છે. દવાના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરાઈ છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ (Corona Guideline in Jagannathji Rathyatra) પ્રિકોશન ડોઝ લઈ લેવો જરૂરી છે. 60 વર્ષથી નીચેના લોકોએ નક્કી કરેલા ખર્ચેરસીનો પ્રિકોશન ડોઝ લઈ લેવો જોઈએ.

કોરોનાએ પકડી ગતિ : ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કુલ 529 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ, ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 2,914 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 2 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 2712 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે, બુધવારે 408 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, બુધવારે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી. આ ઉપરાંત, ગુરૂવારે દેશમાં છેલ્લા (corona in india) 24 કલાકમાં 18 હજાર 819 નવા કેસ નોંધાયા છે, જે બુધવાર કરતા 29.7 ટકા વધુ (India Corona Update) છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 34 લાખ 52 હજાર 164 કોરોના દર્દીઓ મળી આવ્યા છે.

Last Updated : Jun 30, 2022, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details