ગુજરાત

gujarat

ETV Bharat / city

સચિવાલયમાં પણ કોરોના: રાજ્ય કેબીનેટ પ્રધાન પોતાના નિવાસસ્થાને જ આઈસોલેટ થયા - કેબીનેટ પ્રધાન આઈસોલેટ

અગાઉ પણ અનેક પ્રધાનો અને અનેક સચિવો પોઝિટિવ આવી ગયા છે, ત્યારે આજે વધુ એક રાજ્ય સરકારના કેબીનેટ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Rajendra trivedi corona positive) આવ્યો છે.

સચિવાલયમાં પણ કોરોના: રાજ્ય કેબીનેટ પ્રધાન પોતાના નિવાસસ્થાને જ આઈસોલેટ થયા
સચિવાલયમાં પણ કોરોના: રાજ્ય કેબીનેટ પ્રધાન પોતાના નિવાસસ્થાને જ આઈસોલેટ થયા

By

Published : Jan 21, 2022, 7:40 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના હાહાકાર (Corona threat in Gujarat) મચાવી રહ્યો છે એક દિવસમાં 25 હજારની આસપાસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે સચિવાલયમાં પણ કોરોના પોઝિટિવની ઘટના બાકી નથી, અગાઉ પણ અનેક પ્રધાનો અને અનેક સચિવો પોઝિટિવ આવી ગયા છે, ત્યારે આજે વધુ એક રાજ્ય સરકારના કેબીનેટ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Rajendra trivedi corona positive) આવ્યો છે.

19 તારીખે કરાવ્યો હતો રિપોર્ટ

મળતી માહિતી પ્રમાણે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ 19 જાન્યુઆરીના રોજ પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદી સામાન્ય લક્ષણો (Normal symptoms of corona) હોવાથી પોતાના નિવાસસ્થાને જ અલગ રૂમમાં આઈસોલેટ (Rajendra trivedi home isolate) થયા છે. રાજેન્દ્ર ત્રિવેદીને સામાન્ય શરદી-ઉધરસ જેવા જ લક્ષણો છે, આ ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ 17 જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને લક્ષણો સતત રહેવાના કારણે તેઓએ ફરીથી 19 તારીખે આરટીપી ટેસ્ટ (Rajendra trivedi rtpcr test) કરાવ્યો હતો, જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા છે.

અગાઉ ક્યાં પ્રધાનો થયા સંક્રમિત?

ભુપેન્દ્ર પટેલની સરકારમાં જો વાત કરવામાં આવે તો રાજ્યકક્ષાના ગૃહપ્રધાન દેવાભાઈ માલમ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે પાંચ જેટલા અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા, ત્યારે કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે વિજય રૂપાણી સરકારમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, ગણપતસિંહ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પણ કોરોનાથી બચી શક્યા ન હતા અને તેઓ પણ સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો:

Amar Jawan Jyoti: નેશનલ વોર મેમોરીયલ સાથે અમર જવાન જ્યોતિના વિલિનીકરણ પર ભૂતપૂર્વ સૈનિકોની મિશ્ર પ્રતિક્રિયા

વાહ... વૈજ્ઞાનિકોએ મિનિટોમાં કોવિડને શોધી કાઢવાની ટેકનિક વિકસાવી

ABOUT THE AUTHOR

...view details