પતંગ બજારમાં મંદીનો માહોલ
બે કરોડ પતંગ થઈ છે તૈયાર
હોલસેલ ભાવમાં 25 ટકા જેટલો વધારો
કોરોનાના કારણે પતંગ બજારમાં 85 ટકા નુકસાની અમદાવાદ : સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ફેલાઇ છે. ત્યારે સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે.જમાલપુર કાલુપુર સહિતના વિસ્તારોમાં પતંગ માટેનું કામગીરી કરતી આવે છે. ત્યારે આ વર્ષે લોકડાઉનના કારણે પતંગ માટેની કામગીરી જુલાઈ મહિનાથી શરૂ કરવામાં આવી છે. જેને લઇને 80 ટકા પતંગના કારખાના બંધ છે.
અન્ય રાજયોમાંથી મળતું મટીરીયલ ન મળતા હાલાકી બહારના રાજયોમાંથી 70 પરિવારો આવ્યા જ નથીકાલુપુર વિસ્તારમાં પતંગ નું પેપર કરતા વેપારીએ જણાવ્યું કે, અન્ય રાજયોમાંથી પતંગ બનાવવા માટે આવતા 70 જેટલા પરિવારો આ વર્ષે આવ્યો નથી. જેના કારણે 80 થી 85 ટકા પતંગ બનાવવાના કારખાના હાર બંધ છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસની વચ્ચે રાત્રી કરફ્યૂના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.
પતંગ બજારમાં મંદીનો માહોલ અન્ય રાજયોમાંથી મળતું મટિરીયલ ન મળતા હાલાકીપતંગ બનાવવા માટે ઉપયોગમાં આવતી સળી આસામ અને કોલકાતામાં બને છે પરંતુ કોરોનાના કારણે આ વર્ષે વધારે ઉત્પાદન થયું નથી અને માલ પણ ઓછો મળ્યો હોવાથી ભાવમાં વધારો થયો છે. ગત વર્ષે જે પતંગ 300 રૂપિયાની વેચાતી હતી. તે આ વખતે 350 થઈ છે. ગુજરાતી પતંગનો વેપાર અન્ય રાજ્યોમાં પણ થાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર બે જ રાજ્યોમાં પતંગનું વેપાર થઇ શક્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબ સહિત તમામ રાજ્યોમાં ગુજરાતમાંથી પતંગ બનીને જાય છે. આ વર્ષે કોરોનાના કારણે વેપારીઓમાં વેપાર નહીં થતાં નિરાશા જોવા મળી રહી છે.