ગુજરાત

gujarat

ETV Bharat / city

હાથરસ અને કચ્છના વકીલની હત્યાના આરોપીઓને સજા કરોઃ વિરમગામ દલિત અધિકાર મંચ - ન્યાયની માગ

વિરમગામ ટાઉન પોલીસે અનુસૂચિત જાતિના 20 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકો કચ્છમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા અને હાથરસ ગેંગરેપના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. તેઓ આવેદનપત્ર આપ્યા બાદ ધરણાં પર બેસે તે પહેલાં જ પોલીસે તમામ લોકોની અટકાયત કરી લીધી હતી.

હાથરસ અને કચ્છના વકીલની હત્યાના આરોપીઓને સજા કરોઃ વિરમગામ દલિત અધિકાર મંચ
હાથરસ અને કચ્છના વકીલની હત્યાના આરોપીઓને સજા કરોઃ વિરમગામ દલિત અધિકાર મંચ

By

Published : Oct 9, 2020, 6:22 PM IST

વિરમગામઃ વિરમગામ ટાઉન પોલીસે અનુસૂચિત જાતિ સમાજના 20 લોકોની અટકાયત કરી હતી. આ તમામ લોકો કચ્છમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા અને હાથરસ ગેંગરેપના આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા હતા. તેઓ આવેદન પત્ર આપ્યા બાદ ધરણાં પર બેસે તે પહેલાં જ પોલીસે તમામ લોકોની અટકાયત કરી લીધી હતી.

આવેદનપત્ર પાઠવ્યા બાદ દલિત અધિકાર મંચના કિરીટ રાઠોડે જણાવ્યું કે, આવેદન પત્ર અને ધરણા કાર્યક્રમ દ્વારા હાથરસ અને કચ્છના રાપરમાં બનેલી ઘટનાને અમે વખોડીએ છીએ. મન કી બાત કરવાવાળા અને છાશવારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથરસ ગેંગરેપની ઘટના પર કેમ કંઈ બોલતા નથી. કેમ તેઓ મૌન બેઠા છે. હજી પણ દલિત હિંસા અટકી નથી. ભારત સરકાર અને રાજ્ય સરકારની ફરજ છે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું રક્ષણ થાય, પરંતુ યોગી સરકાર પોતે જ માનવ અધિકારનું હનન કરી રહી છે. શું દલિત માણસ નથી? પોતાના રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું રક્ષણ કરવું એ બાબતે રાજ્ય સ્તરે મુખ્યપ્રધાનની બેઠક બોલાવવાની જોગવાઈ છે અને તે બેઠક કેમ બોલવાતી નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિનું રક્ષણ તમે ના કરી શકતા હોય તો અમે સ્વયં અમારી જાતે રક્ષણ કરી શકે તેવી સ્થિતિમાં છીએ. તમે અમને સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો આપો.

હાથરસ અને કચ્છના વકીલની હત્યાના આરોપીઓને સજા કરોઃ વિરમગામ દલિત અધિકાર મંચ

કિરીટ રાઠોડે સરકાર પર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, વિરમગામ, માંડલ, દેત્રોજ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કચ્છના દેવજી મહેશ્વરી અને હાથરસની દીકરીની હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય. તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવી માગ સાથે વિરમગામ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ ધરણાં પર બેસે તે પહેલા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જરૂર પડશે તો અમે બધા યોગી આદિત્યનાથને જઈને મળીશું.

ABOUT THE AUTHOR

...view details