અમદાવાદઃ ગુજરાતમાં "ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીય એકટ 2003" મુજબ કોઈપણ વ્યક્તિ અન્ય ધર્મમાં લગ્ન કર્યા બાદ ધર્માંતરણ કરવા માંગે તો તેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી લેવી પડે છે. જ્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં આ પ્રકારનો કોઈ નિયમ ન હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધર્માંતરણ અંગેની નોટરી અથવા સોગંદનામાની નકલ મેજિસ્ટ્રેટને રવાના કરવી પડે છે અને જો તેમ ન કરવામાં આવે તો 1 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
રાજ્યમાં ધર્માંતરણ માટે ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની લેવી પડે છે પરવાનગી - ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી ફરજીયાત
કોઈ અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ ધર્માંતરણ માટે ગુજરાતમાં પહેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે છે, અન્ય રાજ્યોમાં આવો કોઈ કાયદો નથી, જોકે ધર્માંતરણ અંગેની નોટરીનો એફિડેવિટની કોપી મેજિસ્ટ્રેટને મોકલવાની હોય છે.
રાજ્યમાં ધર્માંતરણ માટે ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની લેવી પડે છે પરવાનગી
પ્રેમ સંબંધમાં બે જુદા ધર્મના વ્યક્તિઓ ઘરેથી ભાગ્ય બાદ લગ્ન કરી લીધા હતા, જોકે યુવતીને પરત મેળવવા માટે પિતા દ્વારા કરાયેલી હેબિયસ કોર્પસ અરજી દરમિયાન પોલીસે યુવતીને વીડિયો કોંફરેન્સ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને આ કેસની સુનાવણી દરમિયાન ધર્માંતરણ સર્ટિફિકેટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ મામલો સામે આવ્યો હતો.