ગુજરાત

gujarat

ETV Bharat / city

Panchayat Maha Sammelan 2022: પંચાયત સંમેલનની પૂર્વ તૈયારીના નિરીક્ષણ અંગે બ્રિજેશ મેરજા સાથે Etv ભારતની ખાસ વાતચીત

PM મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચના ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પંચાયત સંમેલન (Panchayat Maha Sammelan 2022)ની રૂપરેખા આપતા પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

Panchayat Maha Sammelan 2022: પંચાયત સંમેલનની પૂર્વ તૈયારીના નિરીક્ષણ અંગે બ્રિજેશ મેરજા સાથે Etv ભારતની ખાસ વાતચીત
Panchayat Maha Sammelan 2022: પંચાયત સંમેલનની પૂર્વ તૈયારીના નિરીક્ષણ અંગે બ્રિજેશ મેરજા સાથે Etv ભારતની ખાસ વાતચીત

By

Published : Mar 9, 2022, 9:39 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 11 અને 12 માર્ચે ગુજરાતના પ્રવાસે છે. પંચાયત પ્રધાન (Panchayat Minister Gujarat) બ્રિજેશ મેરજાએ GMDC ગ્રાઉન્ડ (GMDC Ground Ahmedabad)માં ચાલી રહેલી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતુ. સમગ્ર 2 દિવસીય કાર્યક્રમ અને પંચાયત સંમેલનની રૂપરેખા આપતા બ્રિજેશ મેરજાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.

બ્રિજેશ મેરજાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી.

પ્રશ્ન - ગુજરાતનું જે મુખ્ય ત્રિસ્તરીય માળખું છે તેવું પંચાયત સંમેલન યોજવા જઇ રહ્યું છે તેના વિશે માહિતી આપો.

જવાબ: આપે ખૂબ જ સાચું કહ્યું, પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે અને વિકાસનું માળખું છે. અને એ બધા જ ચૂંટાયેલા સભ્યો ગુજરાતભરમાંથી 1 લાખ જેટલા લોકો - સભ્યો 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં જોડાશે. પંચાયત મહાસંમેલન (Panchayat Maha Sammelan 2022) આપણું ગામ, આપણું ગૌરવ એ નેજા હેઠળ અમે આ કાર્યક્રમ યોજ્યો છે. ત્યારે આ કાર્યક્રમના સ્થળ ઉપર મેં નિરીક્ષણ કર્યું હતું અને મને સંપૂર્ણ સંતોષ થયો છે કે વિભાગે ખૂબ જ સારી રીતે તૈયારી કરી છે. અને આ સભાસ્થળે 1 લાખથી વધુ લોકો હાજર રહેશે. જિલ્લામાંથી દરેક સભ્યો આવશે. તેમને કલર કોડ આપી દેવામાં આવ્યા છે અને તે સૌ કોઈને અહીંયા લાવવા સુધીની અને બેસાડવા સુધીની વ્યવસ્થા અમે લોકોએ કરી છે.

આ પણ વાંચો:Gujarat Budget 2022: ITI માં નવા 51 કોર્ષ શરૂ થશે : બ્રિજેશ મેરજા

પ્રશ્ન - પુરા ગુજરાત રાજ્યના સરપંચ આ સંમેલનમાં આવવાના છે તો તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે?

જવાબ: ગુજરાતભરમાંથી 2,000 જેટલી ST બસો (ST Department Gujarat) ભાડે કરેલી છે. અને એ બસોમાં ગામમાંથી આવનારા જે સભ્ય છે એને વોટ્સએપ દ્વારા મેસેજ મળી જશે કે તમારે so n so નંબરની બસમાં બેસવાનું છે. એટલું જ નહીં સ્થળ ઉપરથી નીકળે ત્યારે તેમના માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બસમાં એક નોડલ ઓફિસરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થળ પર તમામ પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બધી જ માઈક્રો મેનેજમેન્ટથી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રશ્ન - હાલ જુદા જુદા 5 રાજ્યોમાં ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં પણ ચૂંટણી આવી રહી છે ત્યારે આ કાર્યક્રમ થકી ચૂંટણીને લગતો કોઈ સંદેશ આપી શકાય?

આ પણ વાંચો:Poor welfare fair in Morbi: પાંચ વર્ષમાં થાય એવા વિકાસકાર્યો અમેે 5 માસમાં પૂરા કર્યાનું કહેતાં બ્રિજેશ મેરજા

જવાબ: આપે ચૂંટણીની વાત કરી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે, તાજેતરમાં 10,000 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections Gujarat) થઈ છે. એમાં વધુને વધુ ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા સરપંચો ચૂંટાયેલા છે. આ બધા સરપંચોને પ્રેરણાનું ભાથું મળે એ માટે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પંચાયતમાં પ્રાણ ફૂંક્યો હતો. ડિજિટલ યુગમાં લઈ ગયા છે અને બીજ રોપ્યાં. આ સભ્યોને પ્રેરણા મળે તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આની સાથે જ જે 5 વખતથી વધુ ગામો સમરસ થયા છે તે તમામ સરપંચોનું બહુમાન પણ કરવામાં આવશે.

પ્રશ્ન -આ પંચાયત મહાસંમેલનથી લોકોને શું સંદેશો મળશે?

જવાબ: લોકોમાં નવી ઊર્જા આવશે અને એક પ્રોત્સાહન મળશે અને ગ્રામ સેવા, રાજ સેવા અને દેશ સેવા માટે વધુ તાકાતથી તત્પર બનશે. આમ, જે આ 2 દિવસીય કાર્યક્રમ થવા જઇ રહ્યો છે તે માટે કોઈને પણ અગવડ ન પડે તેવી સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details