ગુજરાત

gujarat

ETV Bharat / city

Convention of Saints in Ahmedabad : ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન ચૂંટણી પ્રચારનું માધ્યમ બન્યું છે? - Election campaigns 2022

અમદાવાદના રિવરફ્રન્ટ પર સાધુ સંતો દ્વારા વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોર નિર્માણ માટે પીએમ મોદીને આશીર્વાદ આપવાના ધર્માચાર્ય આશીર્વાદ સમારોહને (Convention of Saints in Ahmedabad) રાજકીય દ્રષ્ટિએ પણ જોવામાં આવી રહ્યો છે.

Convention of Saints in Ahmedabad : ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન ચૂંટણી પ્રચારનું માધ્યમ બન્યું છે?
Convention of Saints in Ahmedabad : ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન ચૂંટણી પ્રચારનું માધ્યમ બન્યું છે?

By

Published : Jan 4, 2022, 8:19 PM IST

અમદાવાદઃ વારાણસીમાં 13મી ડિસેમ્બરે લોકાર્પણ થયેલા કાશી વિશ્વનાથ કોરિડોરને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર 1000થી વધુ સાધુ સંતો દ્વારા દેશના વડાપ્રધાન મોદીને આશીર્વાદ આપવાનો કાર્યક્રમ (Convention of Saints in Ahmedabad) આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ 10000 જેટલા કાર્યકરોની ઉપસ્થિતિમાં થઈ રહેલો આ કાર્યક્રમ શું આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં પ્રચાર (Election campaigns 2022) તરીકે સૂચક ગણી શકાય?

આ પ્રકારના કાર્યક્રમ માટે રાજકીય બાબતોના જાણકારો શું કહે છે?

દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગતધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન

અમદાવાદમાં દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન (Convention of Saints in Ahmedabad) કરવામાં આવેલું છે. ગુજરાતભરમાંથી 1000થી પણ વધુ સાધુસંતો તથા ભાજપના 10000થી પણ વધુ કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન પાછળ કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમાં જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પ્રદેશના હોદ્દેદારો તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી ધર્માચાર્યોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ ધર્માચાર્ય આશીર્વાદ સમિતિ ગુજરાતના નેજા હેઠળ ગોઠવવામાં આવ્યો છે.

ધર્માંચાર્ય આશીર્વાદ કાર્યક્રમ ચૂંટણી પ્રચાર તરીકે હોય તેવું સૂચક માનવામાં આવી રહ્યું છે

રાજકીય નિષ્ણાત દિલીપ ગોહિલે જણાવ્યું કે કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોર અદભૂત માનવામાં આવી રહ્યો છે ત્યારે કાશી વિશ્વનાથનું મંદિર હોવાથી નિશ્ચિત છે કે તેના કાર્યક્રમમાં સાધુસંતોને આમંત્રણ આપવામાં આવે અને સાધુસંતોને બોલાવવા ખૂબ જરૂરી પણ બને છે. કેટલાક સાધુસંતો અને મહંતો વારાણસી ગયાં હતાં. ત્યારે સાધુ સંતો દ્વારા ગુજરાતમાં પણ આજે એક મોટા કાર્યક્રમનું આયોજન (Convention of Saints in Ahmedabad) કરવામાં આવ્યું છે. ધર્માંચાર્ય આશીર્વાદ ગુજરાતના નેજા હેઠળ થયેલા કાર્યક્રમમાં કાશી વિશ્વનાથ મંદિરમાં જે કામો થયા છે તેની ચર્ચા અમદાવાદમાં અને ગુજરાતમાં પણ થઈ શકે છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે ત્યારે આ પ્રકારનું આયોજન પ્રચાર માધ્યમો માટે સૂચક (Election campaigns 2022) માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં ભાજપનાં નેતાઓએ 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ લાઇવ નિહાળી ધન્યતા અનુભવી હતી

ભાજપ પાર્ટી પાછળ RSS, VHP અને સંતગણોનો મહત્વનો ફાળો છે

રાજકીય બાબતોના જાણકાર હરેશ ઝાલાએ જણાવ્યું કે દિવ્ય કાશી ભવ્ય કાશી માટે થઈ આજે આવેલા 1000થી વધુ સંતો સહિત ભાજપના અનેક કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે. જે આગામી ચૂંટણી અંગે પ્રચારનું ચોક્કસ માધ્યમ (Election campaigns 2022) કહી શકાય છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર વર્ષ સુધી વિકાસની વાતો કરતા હોય છે. ચૂંટણીના એક વર્ષ પહેલા ધર્મની વાતો કરી ધર્મ પ્રત્યે લગાવ બતાવતા હોય છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની જે પણ રાજકીય પરિસ્થિતિ રહેલી છે તેમાં મહત્વનો ફાળો RSS અને VHP સહિત સાધુસંતો રહેલા છે. 1987 અને 1988ની વાત કરીએ તો અયોધ્યા ઇંટનું આંદોલન થયું હતું. તો બીજી તરફ 1990માં સોમનાથથી અયોધ્યાની યાત્રા આયોજિત થઈ હતી. તો બીજી તરફ બાબરી મસ્જિદ ધ્વસ્ત ન થઈ હોત તો ભાજપ આજે જે પરિસ્થિતિમાં છે તે કદાચ ન હોત એટલે આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ચોક્કસ એક પ્રચાર માધ્યમ કહી શકાય છે. જોકે ભાજપને પણ ખબર છે સાધુ સંતોની જરુર તેમને દરેક ચૂંટણીમાં પડવાની છે જેથી તેમને સાથે લઈને ચાલવું ખૂબ જ જરૂરી હોય છે.

આ પણ વાંચોઃExclusive Interview Virendra Trivedi: જાણો કાશી વિશ્વનાથ કોરિડોરમાં અમદાવાદના આર્કિટેક્ટનું યોગદાન

ABOUT THE AUTHOR

...view details