- કેન્દ્ર સરકારના આયુર્વેદના તબીબો શસ્ત્રક્રિયા કરી શકશે તેવા નોટિફિકેશનથી વિવાદ
- એલોપથીના ડોકરોએ આ ગેઝેટનો નોંધાવ્યો વિરોધ
- આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે
અમદાવાદઃ શલ્ય અને શાલકય શાખાના અભ્યાસક્રમમાં સર્જરી ભણાવાય છે. આયુર્વેદના તબીબોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે બેચલર ઇન આયુર્વેદિક મેડિસિન અને સર્જરી(BAMS) પછી જે વિદ્યાર્થીઓ શલ્ય અને શાલકયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી એમડીની ડીગ્રી મેળવે છે. તેમના અભ્યાસ ક્રમમાં ગેઝેટમાં ઉલ્લેખ કરેલ આ સર્જરીઓનો વિષય આવે જ છે. શલ્ય અને શાલકયમાં સામાન્ય રીતે આંખ, નાક અને ગળાની સર્જરી વિશે ભણાવવામાં આવે છે. આ ઉપરાંત હરસ, મસા અને ભગંદરનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેનો અભ્યાસક્રમ એલોપથી જેવો જ છે. વળી તેનું પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવે છે. આ સાથે જ પ્રાથમિક સર્જરીઓ માટે આ કોર્ષ કરેલ ડોક્ટરોને એલોપથીના ડોક્ટરો હોસ્પિટલની અંદર છ મહિનાની તાલીમ આપે છે.
ગ્રામીણોને મળશે ળાભ
શલ્ય અને શાલકયના તબીબો તેની પ્રેક્ટિસ કરતા જ હતા, આ નોટિફિકેશનથી ફક્ત તેને કાયદેસરતા મળશે. જોકે આમ તો અનેક રાજ્યોમાં આ પ્રેક્ટિસ ચાલુ જ હતી, બસ હવે તેને કાયદેસરતા બક્ષવામાં આવી છે. ખાસ કરીને ગામડામાં જ્યારે ઈમરજન્સી સારવારની જરૂર હોય, કોઈ ઇંજેક્શન આપવાનું હોય, સામાન્ય સર્જરીથી વ્યક્તિનું જીવન બચતું હોય તો એલોપથીના ડોક્ટરો આંતરિયાળ જગ્યામાં ઉપલબ્ધ હોતા નથી, ત્યારે આ કાયદેસરતાથી ગ્રામીણોને સૌથી વધુ લાભ મળશે. આ ગેઝેટથી આયુર્વેદના તબીબોની સર્જરીઓને પણ મેડીક્લેમ માટે કાયદેસરતા પણ મળશે, જે અત્યારે મળતી નથી.
આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે.
તાત્કાલિક સારવાર માટે આયુર્વેદના તબીબોને મોડર્ન મેડીસીનનું જ્ઞાન જરૂરી અમુક વખતે ઇમર્જન્સીમાં એલોપથીની જરૂર પડે છે. કારણ કે, લાંબા ગાળાનું અને જડમૂળથી રોગ મટાડવાનું વિજ્ઞાન છે. ત્યારે આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે.જો કે આરોગ્ય રાજ્યનો વિષય હોવાથી ગુજરાત સરકાર ગેઝેટને કાયદેસરતા બક્ષશે, ત્યારે જ ગુજરાતના શલ્ય અને શાલકયના આયુર્વેદ તબીબો આ કાર્ય કરી શકશે.