- ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરાવવા બોલાવતા વિવાદ
- DEOની તપાસમાં સ્કૂલના પ્રિન્સીપાલ અને ક્લાર્ક વચ્ચે સંકલન ન હોવાનું સામે આવ્યું
- વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરવા સ્કૂલમાં બોલાવાયા
અમદાવાદ:કોરોનાના કહેર વચ્ચે સ્કૂલો બંધ છે. જેને લઇને ઓનલાઇન પરીક્ષા લેવાની સૂચના મહાનગરોમાં આપવામાં આવી છે. પરંતુ ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સ્કુમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પેપર સબમિટ કરવા માટે બોલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને પગલે DEO કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે સ્કૂલની મુલાકાત લઇને આ મામલે તપાસ કરી હતી. જેમાં સ્કૂલ પ્રિન્સીપાલ અને ક્લાર્ક વચ્ચે સંકલન ન હોવાનું સામે આવ્યું હતું.
DEOની તપાસમાં સ્કૂલે શું કારણ આપ્યું?
સ્કૂલે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વાલીઓને પેપર સબમીટ કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. ખુદ વિદ્યાર્થીઓ સબમિટ કરાવવા માટે આવ્યા હતા. જેને લઇને DEO કચેરીએ હાલમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા અને વાલીઓ પણ જો નોકરી કરતા હોય તો યોગ્ય સમય આપીને તેમને બોલાવવાની તાકિદ કરી છે.