ગુજરાત

gujarat

ETV Bharat / city

Schools and Collages ખોલવા અંગે વિવાદ, શાળામંડળો અને વાલીમંડળો સામસામે - Ahmedabad school & college

રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષે બંધ પડેલી Schools and Collages ખોલવા અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 15 જુલાઈથી કોલેજો તેમજ ધોરણ 12 ના વર્ગો શરૂ કરી શકાશે ત્યારે વાલીની સંમતિથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. શાળા સંચાલક મંડળ દ્વારા સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો, પરંતુ બીજી તરફ વાલીમંડળો દ્વારા સરકારના નિર્ણયની અવગણના કરવામાં આવી છે.

Schools and Collages ખોલવા અંગે વિવાદ, શાળામંડળો અને વાલીમંડળો સામસામે
Schools and Collages ખોલવા અંગે વિવાદ, શાળામંડળો અને વાલીમંડળો સામસામે

By

Published : Jul 10, 2021, 5:33 PM IST

  • 15મીથી Schools and Collages ખોલવાને લઇને મતભેદ
  • શાળા સંચાલક મંડળો નિર્ણયની તરફેણમાં
  • સરકારના નિર્ણયથી વાલીમંડળ નારાજ

અમદાવાદઃ Schools and Collages ખોલવા મુદ્દે વિવાદ કોલેજ અને ધોરણ 12 ના વર્ગો શરૂ કરવાના સરકારના નિર્ણયથી વાલીમંડળ નારાજ છે. વાલીઓનું કહેવું છે કે સરકારે ટ્યુશન ક્લાસિસોમાં ધોરણ 9 થી12 ના વર્ગોને મંજૂરી કેવી રીતે આપી. જો ટ્યુશન કલાસીસોને મંજૂરી મળે તો સ્કૂલને કેમ નહી. વાલીમંડળ દ્વારા ગુજરાતમાં જુદા જુદા વાલી મંડળ દ્વારા સરકારના સ્કૂલ-કોલેજો ખોલવા અંગેના નિર્ણયને નકારવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદમાં ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના અધ્યક્ષ કમલ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર અગાઉ પણ યોગ્ય નિર્ણય લઈ શકી નથી અને હાલમાં પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. સરકાર મૂર્ખામીભર્યા પગલાં લે છે.

સરકાર અગાઉ પણ યોગ્ય નિર્ણય લઈ શકી નથી અને હાલમાં પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે

ટ્યૂશન ક્લાસીસોમાં ચેકિંગની માગણી

ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવા માટે સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી નથી ત્યારે સરકાર દ્વારા જાતે જઈને ટ્યુશન ક્લાસીસોમાં ચેકિંગ કરવું જોઈએ. કારણકે હાલમાં ટ્યુશન ક્લાસીસમાં એકવાર ખંડમાં 40થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે. સરકાર દ્વારા યોગ્ય એસઓપી તૈયાર કરી બહાર પાડવી જોઈએ. ટ્યુશન ક્લાસીસોને શરૂ કરવા માટે સરકારે મંજૂરી ન આપવી જોઈતી હતી. જો ટ્યુશન ક્લાસીસોને મંજૂરી મળે તો સ્કૂલને કેમ આપવામાં આવતી નથી ?? ત્યારે હજુ કોરોના ગયો નથી. આ ઉપરાંત ડોક્ટરોએ પણ જણાવ્યું છે કે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થાય તેમ છે. તો સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ બીજો નિર્ણય લેવો જોઈએ. ત્યારે આ મામલે શિક્ષણવિદ ધવલ પાઠક દ્વારા જણાવાયું કે સરકાર દ્વારા ખોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ધોરણ 9 થી12ના વર્ગોમાં ટ્યુશન ક્લાસીસોને મંજૂરી આપી તો સ્કૂલમાં પણ મંજૂરી આપવી જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓને કોલેજ અને સ્કૂલે ( Schools and Collages ) બોલાવવા જોઈએ.

મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળામાં અભ્યાસની કરી તરફેણ
આ મામલે વિદ્યાર્થીઓનું કહેવું છે કે હાલમાં ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે તે યોગ્ય છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે સ્કૂલો અને કલાસીસ ચાલુ થવાથી અમે યોગ્ય રીતે અભ્યાસ કરી શકીએ. કેમ કે કેટલીક વાર કનેક્ટિવિટી ખામીને કારણે અમે યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી.

આ પણ વાંચોઃ 15 જુલાઇથી ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરાશે

આ પણ વાંચોઃ Opinion: ધો.12ના વર્ગો શરૂ કરવાના અંગે શું કહી રહ્યાં છે ઓલપાડના વિદ્યાર્થીઓ?

ABOUT THE AUTHOR

...view details