- બિસ્માર રોડ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
- કોર્ટે કહ્યું- કાગળ પર નહીં, રસ્તા ઉપર કામ દેખાવવું જોઈએ
- રિપોર્ટ બન્યો પણ અમને વિશ્વાસ છે કે તેનો અભ્યાસ નથી કરાયો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2018માં બિસ્માર રોડ (Hearing in High Court On Broken Road Case) મુદ્દે થયેલી જાહેર હિતની અરજી ઉપર કોર્ટે આપેલા આદેશનું પાલન ન થતા કન્ટેમ્પ્ટની અરજી ઉપર સુનાવણી (Contempt Of Court Hearing) થઈ હતી. કોર્ટે રખડતા ઢોર (stray cattle in ahmedabad), દબાણ અને બિસ્માર રોડ મુદ્દે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સાયન્સ સિટી (science city ahmedabad)ના બ્રિજનો દાખલો આપતા સરકારની ઝાટકણી કાઢી હતી કે, બ્રિજ નીચેની જે સ્થિતિ હોય છે તે તમે ક્યારેય જોઈ છે? આવા દબાણ દૂર કરવાની જવાબદારી પોલીસની હોય છે કે પછી મનપાની?
શું તમને જરાપણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?
શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે કોર્ટના આદેશના તિરસ્કાર બદલ હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. શહેરમાં રોડની સ્થિતિ (road conditions in ahmedabad) ઉપર કોર્ટે મનપાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે બ્રિજ નીચેના તૂટેલા રોડ મુદ્દે કહ્યું હતું કે, શું તમને થોડુંક પણ એવું નથી થતું કે, આપણે કેવા રોડ રાખીએ છીએ? ચાલો આપણે રોડની સ્થિતિ સાથે જોવા જઈએ. હાઇવે અને શહેરના જુદા જુદા રોડ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, કયા રોડની જવાબદારી કોની હોય છે તે પણ જણાવો. સુનાવણી દરમિયાન અમદાવાદ મનપાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ (road and building department gujarat)ના અધિકારી અને ટ્રાફિક પોલીસ (traffic police ahmedabad) પણ હાજર રહ્યા હતા.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિશેષજ્ઞો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો
અત્યાર સુધીની થયેલી કામગીરી બદલ રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મનપાના સહિયારા સહકારથી ટ્રાફિક મુદ્દાની સમસ્યાઓ ઉપર અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દિલ્હી ખાતે આવેલી સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (central road research institute delhi)ના વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ફેબ્રુઆરી 2021માં આવ્યો અને મહામારી બાદ મનપાને સોંપવામાં આવ્યો હતો, જેમાં 32 રોડ અને 24 જંક્શન છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે.